SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એ ત્રણેનો ઉપયોગ કરવો. સંભવ છે કે તેની એ નિર્બલ ક્ષણો ચાલી ગયા પછી પાછો શ્રીજિનેશ્વરના ધર્મમાં સ્થિર બનીને તે નવીન ઉત્સાહથી ધર્મનું આરાધન સારી રીતે કરે. આ જાતની વૃત્તિ રાખવાથી પોતાનો શ્રદ્ધાગુણદર્શનગુણ ખૂબ મજબૂત બને છે અને તેથી જ તેને ‘દર્શનાચાર'નો પાંચમો ભેદ કહેલો છે. ૩૬ વ-સમાનધર્મી પ્રત્યે વાત્સલ્ય. બાળકને જોઈને માતાને જે ભાવ સ્ફુરે છે તે વાત્સલ્ય કહેવાય છે. એ ભાવ બાળકના સ્વભાવની વિચિત્રતા કે ખોડખાંપણ જોવા છતાં ઓછો થતો નથી. તે તો નિરંતર વહેતો જ રહે છે. એ મુજબ જ સમાનધર્મીને જોતાં હૃદયમાં વાત્સલ્યની ભાવના સ્ફુરવી, તેને પોતાના જેવો કે તેથી પણ અધિક માનવો ને તેનો દરેક રીતે અભ્યુદય થાય તેમ ઇચ્છવું અને યથાશક્તિ વચન અને કાયા દ્વારા પ્રવૃત્તિ કરવી એ ‘વાત્સલ્ય' ગુણ છે. આ પ્રકારની વૃત્તિ કેળવવાથી મૂળ ધ્યેય પ્રત્યેની આપણી વૃત્તિ ખૂબ જ બલવતી બને છે અને વાતાવરણ પણ આપણને તેમાં વિશેષ દૃઢ થવાથી અનુકૂળતા પ્રાપ્ત કરી આપે છે. પદ્માવળા-ધર્મની પ્રભાવના. ધર્મનો પ્રભાવ લોકોના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની વૃત્તિવાળા થાય, તેવાં જે જે કાર્યો કરવાં, તે ‘પ્રભાવના' છે. સમય અને સંયોગ પ્રમાણે આ ‘પ્રભાવના’ અનેક પ્રકારની હોઈ શકે છે. ‘પ્રભાવના' એ ‘દર્શનાચાર’નો આઠમો ભેદ છે. બિદાળ-નોન-નુત્તો-ચિત્તની સમાધિ-પૂર્વક. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે ‘યોગ'. તે જયારે એકાગ્રતાવાળો, સ્વસ્થતાવાળો કે ચિત્તની સમાધિવાળો હોય ત્યારે ‘પ્રણિધાનયોગ' કહેવાય. તેનાથી જે યુક્ત તે પ્રણિધાન-યોગ-યુક્ત. આ વિશેષણ ચારિત્રાચારને માટે વપરાયેલું છે. એટલે જે આચરણ વેઠ સમજીને કે કંટાળા-પૂર્વક કરાયેલું ન હોય, પણ ચિત્તની સમાધિ-પૂર્વક કરાયેલું હોય તે ‘ચારિત્રાચાર’ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy