________________
૫૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પરંતુ ચિત્રકારની પુત્રી પોતાની પૂર્વાવસ્થા ભૂલી ન જવાય તે માટે રોજ એકાંતમાં જઈને પોતાના પિતાને ઘેર પહેરતી તેવા વેષને પહેરીને હંમેશાં આત્મ-નિંદા કરતી કે- હે જીવ ! તારો આ વેષ છે. રાજમહેલમાં બીજી ઘણી રાણીઓ સુંદર છે. તેને કારુપુત્રીને આવી ઋદ્ધિ ક્યાંથી હોય ? આ તો તારા ભાગ્યોદયથી જ રાજા તને ચાહે છે. માટે હે જીવ! તું ફુલાઈશ. નહિ, ગર્વ કરીશ નહિ.” બીજી રાણીઓ રાજાને કહેતી કે આ માઠી બુદ્ધિવાળી ચિત્રકારની પુત્રી તમારા ઉપર કંઈ કામણ કરતી લાગે છે. માટે તેનાથી બચજો.” પરંતુ રાજાએ બારીક તપાસ કરીને સત્ય હકીકત જાણી લીધી, તેથી તેને વધારે ચાહવા લાગ્યો. ગુણ વડે કોનું મનરંજન થતું નથી ? છેવટે તે ચિતારાની પુત્રીને તેણે પટ્ટરાણી બનાવી અને તે સુખી થઈ.
તાત્પર્ય કે મુમુક્ષુ આત્માઓએ ચિતારાની પુત્રીને પેઠે ભાવનિંદા કરવી ઘટે છે. તે આ રીતે: “હે આત્મા ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈક પુણ્યના યોગે મનુષ્યજન્મ પામ્યો. તેમાં પણ કદી ચારિત્ર પામ્યો અને લોકોમાં પૂજનીય થયો, તો તેથી હું બહુશ્રુત છું, પૂજનીય છું, એવો ગર્વ કરીશ મા. જો તું નિરભિમાની અને સરળ રહીશ, તો ઉત્તમ ચારિત્રની આરાધના થશે અને તે વડે સુગતિને પામીશ.” આ રીતે આત્માનું સ્વસાક્ષીએ અનુશાસન કરવું, તે નિંદા કહેવાય છે. (૬) ગહ' ઉપર પતિમારિકાનું દૃષ્ટાંત
એક ગામમાં કોઈ બ્રાહ્મણ અધ્યાપક રહેતો હતો, તે વયે વૃદ્ધ હતો અને તેની સ્ત્રી તરુણ હતી. એક વાર તેણે સ્ત્રીને કહ્યું કે-“તારે રોજ કાગડાને બલિ દેવું.” સ્ત્રીએ કહ્યું કે-“હું કાગડાથી ડરું છું.” તેથી અધ્યાપકે એક એક વિદ્યાર્થીનો વારો બાંધી આપ્યો. જે બલિ દેતી વખતે તેની પાસે ઊભો રહેતો. તે વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી વિચક્ષણ હતો. તેણે વિચાર્યું કે-“આ સ્ત્રી કંઈ મુગ્ધા નથી કે કાગડાથી ડરે, તેથી જરૂર તે અસતી હોવી જોઈએ.' આમ વિચારીને તેનું ચારિત્ર જોવા લાગ્યો. એ જ રાત્રે તે એકલી ઘેરથી નીકળી અને નર્મદા નદી ઊતરીને સામે કાંઠે રહેતા કોઈ ગોવાળની સાથે દુરાચાર સેવ્યો. તે આ વિદ્યાર્થીએ જોયો. આ રીતે તે વિદ્યાર્થી દરરોજ તેનાં છિદ્રો જુએ છે. હવે એક રાત્રે તે સ્ત્રી કુંભની મદદ વડે નદી ઊતરતી હતી, તે વખતે કોઈ ચોર પણ નદી ઊતરતો હતો, તેને એક જળજંતુએ પકડ્યો. આથી તેણે રાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org