________________
પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો ૦૫૦૯ ઈજા પહોંચી. તે વખતે પેલી ચિતારાની પુત્રી હસીને બોલી કે-“અત્યાર સુધી મૂર્ખનો ખાટલો ત્રણ પાયાવાળો હતો, પરંતુ હવે ચોથો પાયો મળી આવ્યો.” રાજાએ કહ્યું: “તે કેવી રીતે ? ચિતારાની પુત્રીએ કહ્યું : “હું મારા પિતા માટે રોજ અહીં ભોજન લાવું છું. તે રીતે આજે પણ લાવતી હતી, તે વખતે એક ઘોડેસવાર પૂરપાટ ઘોડો દોડાવ્યે જતો હતો, તેને એ ભાન ન હતું કે કોઈ મરી જશે. હું તો મારા ભાગ્યથી જ તેનાથી બચી. એક પાયો તો એ ઘોડેસવાર. બીજો પાયો રાજા કે જેણે ઘણી સહાયતાવાળા ચિત્રકારોને અને એકલા મારા પિતાને સરખો ભાગ સોંપ્યો છે. અને ત્રીજો પાયો મારા પિતા કે જેણે આ સભા ચીતરતાં પૂર્વે ઉપાર્જિત કરેલી ઘણીખરી લક્ષ્મી ઉડાવી દીધી છે અને જે કિંઈ બચ્યું છે, તેમાંથી આ ભોજન બનાવીને લાવું છું, તે પણ ઠંડું થયા પછી જ ખાય છે.” આ પ્રમાણે ત્રણ પાયાની વાત સાંભળીને રાજા બોલ્યો કે-“હું ચોથો પાયો કેવી રીતે ?' ત્યારે તે કન્યાએ કહ્યું કે- “અહીં ભીંત પર મોરનું પીંછું ક્યાંથી હોય? અથવા તે અહીં કેવી રીતે રહે? આમ છતાં તમે વિચાર કર્યા વિના મોરપીંછ લેવા ભીંત ઉપર હાથ નાખ્યો, એટલે મૂર્ણ ખરા કે નહિ?” રાજાએ કહ્યું : “તારી વાત સાચી છે.” પછી રાજા ત્યાંથી ચાલ્યો ગયો. પણ જતાં જતાં વિચાર કર્યો કે “આ કન્યા બહુ ચતુર જણાય છે, તેથી તેની સાથે અવશ્ય પાણિગ્રહણ કરવું.”
હવે પિતાને જમાડીને પુત્રી ઘેર ગઈ અને તેનો પિતા પણ ઘેર આવ્યો, એટલે રાજાએ કહેવડાવ્યું કે-“તારી પુત્રી રાજાને પરણાવ.” તે વખતે ચિતારાએ કહ્યું કે-“પુત્રી આપવાની ના નથી, પરંતુ અમે તો દરિદ્ર છીએ, તેથી વિવાહ-મહોત્સવ કેવી રીતે ઊજવીએ ?' એટલે રાજાએ તરત જ તેનું ઘર દ્રવ્યથી ભરી દીધું અને ચિતારાની પુત્રીનું પાણિગ્રહણ કર્યું.
હવે તે રાજાને ઘણી રાણીઓ હોવાથી ચિતારાની પુત્રીએ વિચાર્યું કેજો રાજા મારા મહેલે એક દિવસ આવીને જતા રહેશે, તો ફરીને તેમનું મોઢું ઘણે મહિને દેખીશ. માટે એવી યુક્તિ કરું કે જેથી તે રોજ રાત્રે મારે ત્યાં આવે.” પછી તે રોજ ચિત્ર-વિચિત્ર મનોહર વાર્તાઓ કહેતી અને તેનો થોડો ભાગ અધૂરો છોડી દેતી, જેથી રાજાને તે સાંભળવા માટે બીજી રાત્રિએ
ત્યાં જ આવવું પડતું. આ પ્રમાણે છ મહિના વ્યતીત થઈ ગયા. તેથી બીજી રાણીઓ તેની ઈર્ષ્યા કરવા લાગી અને તેનાં છિદ્રો શોધવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org