________________
વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦૪૮૭ સમીપે જવાની આજ્ઞા માગવી (અનુજ્ઞાપન સ્થાન). પછી તેમને અવ્યાબાધા સંબંધી પૃચ્છા કરવી (અવ્યાબાધ-પૃચ્છાસ્થાન). પછી તેમને સંયમ-યાત્રા સંબંધી પૃચ્છા કરવી (સંયમ-યાત્રા-પૃચ્છાસ્થાન), પછી તેમને યાપનાના સંબંધી પૃચ્છા કરવી (યાપના-પૃચ્છાસ્થાન) અને છેવટે દિવસ કે રાત્રિ દરમિયાન થયેલી આશાતના સંબંધી ક્ષમા માગવી (અપરાધક્ષમાપનસ્થાન). આ બધી ક્રિયા યોગ્ય વિનયપૂર્વક કરવાની છે, એટલે જ્યાં અવનતમુદ્રા ધારણ કરવી જરૂરી છે, ત્યાં અવનત-મુદ્રા ધારણ કરવી; યથાજાત-મુદ્રા ધારણ કરવાની જરૂર છે, ત્યાં યથાજાત-મુદ્રા ધારણ કરવી; આવર્ત કરવાની જરૂર છે ત્યાં આવર્ત કરવા; શિરોનમન કરવાની જરૂર છે, ત્યાં શિરોનમન કરવાં; અવગ્રહમાં પ્રવેશ કરવાની જરૂર છે, ત્યાં અવગ્રહમાં પ્રવેશ કરવો અને તેમાંથી નિષ્ક્રમણ કરવાની આવશ્યકતા છે, ત્યાં નિષ્ક્રમણ કરવું. આમ યોગ્ય વિનયપૂર્વક વિધિસર વંદન કરવાથી “આસેવનશિક્ષા પ્રાપ્ત થાય છે અને પરિણામે “ગ્રહણ શિક્ષામાં પણ ઘણો જ લાભ થાય છે. આ રીતે શ્રતધર્મની પ્રાપ્તિ થતાં સાધકને સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનું વાસ્તવિક રહસ્ય સમજાય છે, એટલે તે ક્રિયાઓ પણ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી જાય છે અને છેવટે તે સંપૂર્ણ શુદ્ધિ પામતાં સાધકનો ભવ-નિસ્તાર થાય છે.
આ છે ગુરુવંદનનો મહિમા ! આ છે ત્રીજા આવશ્યકની મહત્તા !
૧. ઇન્દ્રિય અને મનની ઉપઘાતરહિત અવસ્થા. વિસ્તાર માટે જુઓ પ્ર. પ્ર. ટીકા
ભાગ ૧ લો, પૃ. ૪૫, ૨૬, ૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org