________________
૩૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
અહિતકારી છે.
અસ્થિ-અર્થ-શુદ્ધિ.
શબ્દનો અર્થ બરાબર કરવો એટલે કે તેના મૂળ ભાવને જાળવી રાખવો તે “અર્થ-શુદ્ધિ' નામનો આચાર છે. તેમ ન કરતાં જો અર્થમાં ગમે તેવી છૂટ લેવામાં આવે, તો તેના મૂળ ભાવની વિકૃતિ થવાનો સંભવ છે. દાખલા તરીકે-રર-વસઈ' –“નર-વૃષભ'—એ શબ્દનો મૂળ અર્થ નરમાં શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ નર એવો છે. પરંતુ તેનો અર્થ જો એમ કરવામાં આવે કે “નર' એટલે માણસ અને “વૃષભ' એટલે બળદ, અર્થાત્ જે માણસમાં બળદ જેવો છે-મૂર્ખ છે તે નરવૃષભ, તો મૂળ ભાવથી તદ્દન વિપરીત ભાવ પેદા થાય છે. અહીં સમજવાનું એ છે કે પ્રાચીન કાલથી આ પ્રયોગ માન સૂચવવાને માટે થાય છે, પણ કોઈને પણ બળદ કહેવાનો અર્થમાં થતો નથી; છતાં કોઈ કરે તો અર્થમાં ફેરફાર કર્યો કહેવાય છે. તે જ રીતે “પરિગ્વી” શબ્દ વ્રતધારી અર્થને સૂચવે છે. જેમ કે-“પારવવું-વ્રત તાતીતિ વિઠ્ઠી' (દશ. વૈ. ટીકા શ્રીહરિભદ્રસૂરિ. પૃ. ૧૬૭.) પરંતુ અહીં “પાખંડી'નો ઉપર્યુક્ત આ અર્થ કરવાને બદલે જો તેનો અર્થ દંભી કે ઢોંગી કરવામાં આવે તો અર્થનો વિપર્યાસ કર્યો ગણાય. માટે શબ્દના મૂળ ભાવને જાળવી રાખવાની સંપૂર્ણ કાળજી રાખવી એ જ્ઞાનોપાસનાનું અગત્યનું અંગ છે, અને તેથી અર્થભેદ ન કરવો તેને “જ્ઞાનાચાર'નો ખાસ પ્રકાર ગણાવેલો છે.
તમય-શબ્દ-શુદ્ધિ સાથે અર્થ-શુદ્ધિ. ભાષા અને અર્થની ચૌભંગી નીચે મુજબ થાય છે :(૧) ભાષા શુદ્ધ બોલે, પણ અર્થ શુદ્ધ ન કરે. (૨) ભાષા અશુદ્ધ બોલે, પણ અર્થ શુદ્ધ કરે. (૩) ભાષા અશુદ્ધ બોલે ને અર્થ પણ અશુદ્ધ કરે. (૪) ભાષા અને અર્થ બંને શુદ્ધ કરે. આ ચૌભંગીમાંથી ચોથો પ્રકાર શ્રેષ્ઠ હોઈ તેને અનુસરવાનું છે. ‘તદુભય' એ જ્ઞાનનો આઠમો અને છેલ્લો વિભાગ છે. નિર્વાવિય-શંકા-રહિતપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org