________________
નાણમ્મિ દેસણમ્મિ સૂત્ર ૭ ૩૧
જેમ કે-‘પત્ર’-‘પુત્ર’ ‘ફલ'-ફૂલ’, ‘મલ’-‘મૂલ', ‘યતિ’-‘યુતિ’.
(૪) એક કે બે માત્રાનો વધારો-ઘટાડો :- પદના કોઈ પણ અક્ષર પર એક કે બે માત્રા ચઢાવી દેવાથી કે કાઢી નાખવાથી અર્થમાં મોટો ફેરફાર થાય છે. જેમ કે-‘સોદર્ય’ અને સૌંદર્ય’, સોદર્ય એટલે એક માતાના ઉદરથી જન્મેલી સગી બહેનો અને સૌંદર્ય એટલે સુંદરતા. ‘છદ’ અને ‘છેદ’. છદ એટલે પત્ર અને છેદ એટલે કાપવું. ‘મધ્ય’ અને ‘મેધ્ય’ ‘મધ્ય' એટલે વચ્ચેનું અને મેધ્ય એટલે પવિત્ર. ‘વર’ અને ‘વૈર’. ‘વર’ એટલે શ્રેષ્ઠ અને વૈર એટલે શત્રુતા. ‘કલિ’ અને ‘કેલિ’. કલિ એટલે કલહ અને કેલિ એટલે ક્રીડા.
(૫) કાના અને માત્રાનો વધારો-ઘટાડો ઃ- તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ-પરિવર્તનમાં આવે છે. ‘રાગ’-‘રોગ’, ‘ચર’-‘ચોર’ ‘કોમલ‘કમલ’, ‘સખ્ય’-‘સૌખ્ય’.
(૬) અનુસ્વારનો વધારો કે ઘટાડો :- તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ-પરિવર્તનમાં આવે છે. ‘કટક’-‘કંટક', ‘તંત્ર’-‘તંત્ર’, ‘વશ’‘વંશ', ‘મદ-’-‘મંદ,’ ‘અધીયઉ’-‘અંધીયઉ’(અધીયતામ્-અંધીયતામ્) વગેરે. (૭) અક્ષર-પરિવર્તન :- પદનો કોઈ પણ અક્ષર ફેરવી નાખવાથી અર્થમાં પરિવર્તન થાય છે. જેમકે-‘વચન’-‘વમન', ‘નયણ’-‘વયણ', ‘ષષ્ટિ’(૬૦)-‘ષષ્ઠી' (છઠ્ઠી), ‘કમલ’-‘કવલ', ‘સ્વજન’-શ્વજન' સ્વજન એટલે સગાં અને શ્વજન એટલે કૂતરાં.
(૮) પદચ્છેદ ખોટો કરવો :- પદચ્છેદ ખોટો કરવાથી પણ અર્થમાં ફેરફાર થઈ જાય છે. જેમ કે-‘દીવાનથી’- ‘દીવા નથી', ‘નરો’-‘ન રો’, ‘કરવાળું’-‘કર વાળું’. વગેરે.
(૯) અક્ષરોના ઉચ્ચારણમાં ફેર પડવાથી પણ અર્થમાં પરિવર્તન થાય છે. જેમ કે ‘સલ’-આખું, ‘શત’-ટુકડો, ‘સત્’-એક વાર, ‘શત્’-વિષ્ટા.
અશુદ્ધ પાઠનું લખવું, લખાવવું, પ્રકાશિત કરવું, ભણવું-ભણાવવું, ઉચ્ચારણ કરવું, એ જ્ઞાનની આશાતના છે તથા ‘સ્વ' અને ‘પર' ઉભયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org