________________
ભરફેસર-બાહુબલી-સઝાય૦૪૭૩
પુત્રીઓ. એક લિપિમાં પ્રવીણ હતી, બીજી ગણિતમાં પ્રવીણ હતી. બંને બહેનોએ દીક્ષા લઈ જીવનને ઉજ્વળ કર્યું હતું. બાહુબલીને ઉપદેશ આપવા બંને સાધ્વી બહેનો સાથે ગઈ હતી.
૨૩. રુકિમણી - એક સતી સ્ત્રી, જે કૃષ્ણની પટ્ટરાણી રુક્મિણીથી જુદી છે.
૨૪. રેવતી :- ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા, પ્રભુને રુણ અવસ્થામાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી તીર્થકર નામગોત્ર બાંધ્યું હતું. આગામી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે.
૨૫. કુંતી* :- પાંચ પાંડવોની માતા. કથા સુપ્રસિદ્ધ છે.
૨૬. શિવાઃ - ચેટક મહારાજની પુત્રી અને મહારાજ ચંડપ્રદ્યોતની રાણી. પરમ શીલવતી હતી. દેવકૃત ઉપસર્ગથી પણ ચલાયમાન થઈ ન હતી. ઉજ્જયની નગરીમાં ઘણી વખત અગ્નિ પ્રકટતો, તે આ દેવીના હાથે પાણી છંટાવવાથી શાન્ત થઈ જતો. આખરે પ્રભુ પાસે દીક્ષા લઈ મોક્ષમાં ગઈ હતી.
૨૭. જયંતી :- શતાનીક રાજાની બહેન તથા મહારાણી મૃગાવતીની નણંદ. તે ખૂબ વિદુષી હતી. તેણે પ્રભુ મહાવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછળ્યા હતા, જેના પ્રત્યુત્તરો તેમણે આપ્યા હતા. અંતે દીક્ષા લઈ કર્મક્ષય કરી મોક્ષમાં ગઈ હતી.
૨૮. દેવકી :- વસુદેવની પત્ની અને શ્રીકૃષ્ણની માતા તેના ભાઈ કંસને કોઈ મુનિના કહેવાથી ખબર પડી હતી કે દેવકીનો પુત્ર તેને મારશે. આથી દેવકીને જે બાળકો જન્મતાં તે કંસ લઈ લેતો અને તેમને પકડીને મારી નાખતો પરંતુ દેવ-પ્રભાવે દેવકીનાં બાળકો ભદિલપુરમાં નાગશેઠને ત્યાં ઊછરતાં હતાં અને તેની પત્ની જે મૃત બાળકોને જન્મ આપતી હતી, તે
+ तए णं से पंडुराया कोंती य देवी पंच य पंडवा कच्छुल्लनारयं आढ़ति जाव पज्जुवासंति ।
नायाधम्मकहाओ अध्य. १६ पृ. १८४ x सिवा उज्जेणीए पज्जोयस्स ।
-ઝવ. દારિ વૃ. 5. ૬૭૭ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org