________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૫૯
૩૭-૩૮. *આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીસૂરિ :- બંને શ્રીસ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આ વખતમાં જિનકલ્પનો વિચ્છેદ હતો, છતાં આર્ય મહાગિરિ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરતા હતા. જિનકલ્પ જેવી આખી જીવન ચર્યા તથા જરા પણ દાક્ષિણ્યતા રાખ્યા વિના કડકમાં કડક રીતે શાસ્ત્ર નિયમો સમજાવીને શાસનની રીતભાત અને શૈલીનું રક્ષણ કરનારએ મહાપુરુષ હતા. આર્ય સુહસ્તિસૂરિએ આગળ જતાં અવંતિપતિ સંપ્રતિ રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો.
તે રાજાએ જિનેશ્વરદેવનાં અનેક મંદિરો બનાવીને તથા અનાર્ય દેશમાં પણ સાધુઓને વિહાર કરવાની સરળતા કરી આપીને જૈનધર્મની ઘણી પ્રભાવના કરી હતી અને જૈનશાસનનો પ્રભાવ એમના સમયમાં ઘણો વિસ્તાર પામ્યો હતો. શ્રી આર્ય મહિંગિર ગજપદ તીર્થે ‘અનશન' કરી સ્વર્ગમાં ગયા, ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે. તથા આર્ય સુહસ્તિ મહારાજ કેટલોક વખત ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા વિચર્યા અને કાળધર્મ પામી એ પણ સ્વર્ગમાં ગયા, ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે.
૩૯. આર્યરક્ષિતસૂરિ :- વિદ્વાન બ્રાહ્મણ હતા. પાટિલપુત્રથી વિશેષ અભ્યાસ કરીને પાછાં આવતાં દશપુરના રાજાએ હાથી ઉપર બેસાડી નગરપ્રવેશ મહોત્સવ કર્યો અને ઘણું ધન આપ્યું પણ જૈનધર્મ પાળનારી માતાએ અધ્યયનથી (કુવિદ્યાથી) ખુશ ન થઈ તેણે પુત્રને કહ્યું કે ‘દૃષ્ટિવાદ વિના બીજા' હિંસા પ્રતિપાદક શાસ્ત્રો નરકમાં લઈ જનારાં છે. માતાનાં આ વચનથી આર્યરક્ષિત જ્યાં ઇક્ષુવનમાં શ્રી તોસલિપુત્ર આચાર્ય મહારાજ બિરાજતા હતા ત્યાં તેમની વસતિમાં આવ્યા. ત્યાં ગુરુ મહારાજ શિષ્યોને માલવકી પ્રમુખ શીખવતાં સાંભળ્યા, પોતે (આર્યરક્ષિત) જૈન મુનિ પાસે જવાનો વિધિ જાણતા ન હોવાથી ઢઠુર નામે શ્રાવકની સાથે નિસીહિ કહી વિધિપૂર્વક વંદન કર્યું, પરંતુ ‘ગુરુવંદન બાદ નાના શ્રાવકે મોટા શ્રાવકને પ્રણામ કરવો જોઈએ એ વિધિ તેમના ધ્યાનમાં ન હોવાથી તેમણે તે ઢ૪૨
★ पाडलिपुत्त महागिरि अज्जसुहत्थी य सेट्ठि वसुश्रूती । वइदिस उज्जेणीए जियपडिमा एलकच्छं च ॥१२८३ ॥
Jain Education International
For Private & Personal Use Only
આવ. હાર્દિ પૃ. ૬૬૮ ૬.
www.jainelibrary.org