________________
૪૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
થતાં રાજ્યના સિપાઈઓ આવી પહોંચ્યાં. તેમને સાથે લઈને શેઠ તથા તેના પાંચ પુત્રો પાછળ પડ્યા. બીજા ચોરો માલમતા રસ્તામાં મૂકી ભાગી ગયા. તે લઈને રાજના સિપાઈઓ પાછા ફર્યા, પણ ચિલાતીએ સુષમાને છોડી નહિ. તે જંગલમાં ભરાઈ ગયો. શેઠે પોતાના પુત્રો સાથે તેનો પીછો બરાબર પકડ્યો હતો અને તે નજીક આવી પહોંચ્યા હતા; એ જોઈને ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી લીધું અને ધડને ત્યાં જ પડ્યું રહેવા દીધું. શેઠ એ જોઈ રુદન કરતાં પાછા ફર્યા.
ઘેર આવી વૈરાગ્યથી પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી દીક્ષા લીધી. અને ચિલાતીપુત્ર હવે જંગલમાં ચાલવા લાગ્યો, ત્યાં એક મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા. તે મુનિને ચિલાતીપુત્રે કહ્યું કે “ધર્મ કહો, નહીંતર આ પ્રમાણે તમારું માથું કાપી નાંખીશ.” તે મુનિએ ચિલાતીપુત્રને ત્રણ પદ અપ્યાં. “ઉપશમ, વિવેક અને સંવર’ એમ કહીને તે ચારણમુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. આ ત્રણ પદોનો અર્થ વિચારતાં ચિલાતીપુત્ર ત્યાં જ ઊભા રહ્યા અને શુભ ધ્યાનમાં મગ્ન થયા. તેમનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેની વાસથી કીડીઓ આવી પહોંચી અને તેને ચકટા મારવા લાગી, પણ તે ધ્યાનથી ડગ્યા નહિ. અઢી દિવસમાં તો તેમનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પણ તે બધું દુઃખ સમભાવે સહન કરી લીધું ! અને મૃત્યુ પામી સ્વર્ગે ગયા.
૩૬. યુગબાહુ મુનિ - પાટલીપુત્ર નામના નગરમાં વિક્રમબાહુ નામનો રાજા હતો. તેને મદનરેખા નામે રાણી હતી. મોટી વયે તેમને પુત્ર થયો. તેમનું નામ યુગબાહુ પાડ્યું. તેમણે શારદાદેવી તથા વિદ્યાધરોની સહાયતાથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પોતાના ચાર પ્રશ્નોના જવાબ આપે તેને પરણવાની એવી પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. તે અનંગ સુંદરી નામે અત્યંત રૂપવતી રમણી સાથે ચાર પ્રશ્નોના જવાબ આપીને યુગબાહુએ લગ્ન કર્યા. અનુક્રમે રત્નબાહુ પુત્રને રાજ્ય સોંપીને અને જ્ઞાનપંચમીનું વિધિસર આરાધન કરીને શ્રીવિક્રમબાહુ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા કરી, કર્મ ખપાવી, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તથા ભવ્યજીવોને બોધ આપી મોક્ષમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org