________________
૪૫૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
એકદા શ્રીજીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્ય સુહસ્તિસૂરિ પધાર્યા. તેમની પાસે “નલિની ગુલ્મ અધ્યયન સાંભળતાં અવંતિસુકમાલને જાતિસ્મરણ-જ્ઞાન ઉત્પન્ન થયું અને સઘળો વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને મશાન ભૂમિમાં કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. પાછલા ભવની સ્ત્રી મરીને શિયાલણી થઈ હતી તે ત્યાં આવી મુનિ ઉપર ક્રોધ કરીને બચકાં ભરવા લાગી અને તેમનાં શરીરને કરડી ખાધું પણ શ્રી અવંતિસુકુમાલ ધ્યાનથી જરા પણ ડગ્યા નહીં. શુભ ધ્યાનમાં કાળધર્મ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. તેમના મૃત્યુ સ્થળે તેમના માતા-પિતાએ અને પુત્રે “શ્રી નલિની ગુલ્મ વિમાનના આકારવાળું (મહાકાળ) જૈન પ્રાસાદ બંધાવી તેમાં શ્રી અવંતીસુકુમાર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી જે “અવંતી-પાર્શ્વનાથ' નામથી ઓળખાય છે. અને તેમની સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી સંયમધર્મની આરાધના કરી, આત્મકલ્યાણ સાધ્યું.
૩૩. ધન્યકુમાર :- તેમના પિતાનું નામ ધનસાર અને માતાનું નામ શીલવતી હતું. તેઓ પોતાના બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી શક્યા હતા. તેમણે એક સાથે આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી, પોતાના સાળા શાલિભદ્ર સાથે દીક્ષા લીધી હતી અને ઉગ્ર તપશ્ચર્યા કરી વૈભારગિરિ ઉપર અનશન કરી, કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
૩૪. ઇલાચીપુત્ર* - શ્રેષ્ઠિપુત્ર હોવા છતાં અનેક કળાઓ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી યૌવન પામીને પણ તેનું મન સ્ત્રીથી વિરક્ત હતું. છતાં તેના મૂર્ખ પિતાએ અર્થ અને કામમાં કુશળ કરવા માટે હલકા મિત્રોની સોબત કરાવી હતી. જેથી એકવાર લેખીકાર નટની પુત્રીને નાચતી જોઈ તેના
★ चउत्थिाए वाराए भणिओ-पुणो करेहि, रंगो विरत्तो, ताहे सो ईलापुत्रो वंसग्गे ठिओ चितेइ-घिरत्थु भोगाणं, एस राया एत्तियाहिं ण तित्तो, एताए रंगोवजीवियाए लग्गिउं मग्गइ, एताए कारणा ममं मारेउमिच्छइ, सो य तत्थ ठियओ एगस्थ सेठुिधरे साहुणो पडिलाभिज्जमाणे पासति सव्वालंकाराहि इत्थयाहिं, साहूय विरत्तत्तेण पलोयमाणे पेच्छति, ताहे भणइ 'अहो धन्या निःस्पृहा विषयेषु' अहं सेट्ठिसुओ एत्थंपि एस अवत्थो, तत्थेव विरागं गयस्स केवलणाणं उपण्णं ताएऽवि चेडीए विरागो विभासा, अग्गमहिसीएऽवि, रण्णोऽवि पुणरावत्ती जाया विरागो विभासा, एवं ते चत्तारिऽवि केवली जाया, सिद्धा य।
- વ. શારિ. પૃ. પૃ. ૩૬૦ મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org