________________
ભરડેસર-બાહુબલી-સઝાય૦૪૫૩
૨૭. પ્રસન્નચંદ્ર રાજર્ષિ :- તેમના પિતાનું નામ સોમચંદ્ર હતું અને માતાનું નામ ધારિણી હતું. પોતાના બાલ કુંવરને ગાદી આપી દીક્ષા લીધી હતી. એક વખત રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરતા હતા, તે વખતે તેમણે સાંભળ્યું કે-ચંપાનગરીનો દધિવાહન રાજા તેની નગરીનો ઘેરો નાંખીને પડ્યો છે અને પોતાનો પુત્ર જે હજુ બાળક છે, તેને મારીને રાજ્ય લઈ લેશે.' આથી રાજ્ય તથા કુમાર પ્રત્યે મોહ ઉત્પન્ન થતાં અને તેમની રક્ષાનો વિચાર કરતાં કરતાં માનસિક યુદ્ધ ખેલતાં થોડીવારમાં તેમણે સાતમી નરકને યોગ્ય કર્મો એકઠાં કર્યા હતાં, લડાઈનાં બધાં સાધનો ખૂટી ગયાં એમ ધારી માથેથી લોખંડી ટોપ ઉપાડીને શત્રુ ઉપર ફેંકવાના વિચારોથી માથા ઉપર હાથ મૂકતાં પોતે મુનિ છે, એમ ખ્યાલ આવતાં શુભ ધ્યાનમાં ચડતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રાંતે આયુષ્ય ક્ષયે મોક્ષમાં ગયા.
૨૮. શ્રીયશોભદ્રસૂરિ :- શ્રીશઠંભવસૂરિના શિષ્ય અને ભદ્રબાહુસ્વામીના ગુરુ હતા. તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. અને ચારિત્રનું સમ્યમ્ આરાધન કરીને શ્રી ભદ્રબાહુસ્વામીને આચાર્યપદ તથા સંઘનો ભાર સોંપીને શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા.
૨૯. શ્રીજંબૂસ્વામી :- અખંડ બાલબ્રહ્મચારી અને અતુલ વૈભવત્યાગી. નિઃસ્પૃહ અને વૈરાગ્ય-વાસિત હોવા છતાં માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓને પરણ્યા, પણ પહેલી જ રાત્રે તેમને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડ્યો. એ વખતે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલો પ્રભવ નામનો ચોરોનો સ્વામી પણ એમના ઉપદેશથી પીગળી ગયો. બીજા દિવસે બધાએ સાથે મળીને શ્રીસુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ આ અવસર્પિણી કાળના આ ભરત ક્ષેત્રના છેલ્લા કેવલી ગણાય છે. શ્રીસુધર્માસ્વામી પછી જૈનશાસનનો ભાર તેમણે વહન કર્યો હતો. શ્રીસુધર્માસ્વામીએ આગમોની ગૂંથણી તેમને ઉદ્દેશીને કરેલી છે. એ જંબૂસ્વામીના મોક્ષગમન પછી દસ પદાર્થોનો (વસ્તુ) આ ભરત ક્ષેત્રમાંથી વિચ્છેદ થયા છે.
भरहो पसन्नचंदो सभित बाहिरं उदाहरणं । રોલુપુત્તિમુખરં ન તેર વર્બ્સ મ in૨૨૧૦
-આવ. હરિ પૃ. ૫૨૨ મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org