________________
૪૫ર શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(શાલિભદ્ર અને ધન્નાજી)એ દીક્ષા લીધી.
અનુક્રમે પ્રભુની આજ્ઞા લઈ. વૈભારગિરિ ઉપર અનશન લઈ કાઉસ્સગ્ગ ધ્યાને કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્ર માતાએ પણ દીક્ષા લીધીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મોક્ષમાં જશે.
રપ. ભદ્રબાહુસ્વામી :- તેઓ ચૌદ પૂર્વના જાણકાર હતા. અને આવશ્યક વગેરે દશ સૂત્રો પર નિયુક્તિ રચેલી છે. તેમણે શ્રી સ્થૂલભદ્રને અર્થથી દશપૂર્વક અને સંઘની વિજ્ઞપ્તિથી ૧૧ થી ૧૪ પૂર્વોનું જ્ઞાન સૂત્રથી આપ્યું હતું. અને જ્યારે વરાહમિહિરે વ્યંતર થઈ શ્રી સંઘને કષ્ટ દેવા માંડ્યું ત્યારે સંઘની શાન્તિ માટે “ઉવસ્સગ્ગહર સ્તોત્રની રચના કરી. જેથી વ્યંતરના ઉપસર્ગનું નિવારણ થયું.
૨૬. દર્શાણભદ્ર રાજા - દશાર્ણપુરનો રાજા હતો. તેને નિત્ય ત્રિકાળ જિનપૂજાનો નિયમ હતો. એક વખત અભિમાનપૂર્વક અપૂર્વ સમૃદ્ધિથી વીરપ્રભુને વંદન કરવા જતાં ઇંદ્રની સમૃદ્ધિ જોઈને તેના ગર્વનું ખંડન થયું ત્યારે ઈન્દ્રથી ચડિયાતા થવા પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી, ઇન્દ્ર હાર્યા, વંદન કરીને સ્વસ્થાને ગયા. દશાર્ણભદ્રમુનિ કર્મક્ષય કરી મોક્ષમાં ગયા. * दसण्णपुरे णगरे दसण्णभद्दो राया, तस्य पंच देवीसयाणि ओरोहो, एवं सो रूवेण
जोव्वणेण बलेण य वाहणेण य पडिबद्धो एरिसं णस्थित्ति अण्णस्स चितेइ, सामी समोसरिओ दसण्णकूडे पव्वते । ताहे सो चितेइ-तहा कल्लं वंदामि जहा ण केणइ अण्णेण वंदियपुव्वो, तं च अब्भत्थियं सक्को पाउण चितेइ-वराओ अप्पाणयं ण याणति, तओ राया महया समुदएण णिग्गओ वंदिउं सव्विड्डिए, सक्को य देवण्या एरावणं विलग्गो, तस्स अट्ठमुहे विउव्वइ, मुहे अट्ट अट्ठ दंते विउव्वेइ, दंते अट्ठ अट्ठपुक्खरणि ओ विउव्वेइ एक्केक्काए पुक्करणीए अट्ठ पउमे विउव्वेइ, पउमे अट्ठ अट्ठ पत्ते विउव्वेइ, पत्ते अट्ठ वत्तीस बद्धाणि दिव्वाणि णाडगाणि विउव्वइ, एवं सो सव्विवीए उबगिज्जमाणो आगओ, तओ एरावणं विलग्गो चेव तिक्खुत्तो आदाहिणं पयाहिणं सामि करेइ, ताहे सो हत्थी अग्गपादेहि भूमीए ठिओ, ताहे तस्स हथिस्स दसण्णकूडे पव्वते देवतापासाएण अग्गपायाणि उट्ठताणि, तओ से णामं कतं गयग्गपादगोत्ति, ताहे सो दसण्णभद्दो चिंतेइएरिसा कओ अम्हाणं इड्डित्ति ? अहो कएल्लओऽणेण धम्मो अहमवि करेमि, ताहे सो सव्वं छड्डेऊण पव्बइओ ।
–આવ. હરિ ગૃ. વિ. ૨ પૃ. ૩૧૨ એ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org