________________
ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૫
જવલાં ચણી ગયું. સોની બહાર આવ્યો અને જવલાં ન જોતાં મુનિ પર વહેમાયો, એટલે પૂછવા લાગ્યો કે “મહારાજ ! સોનાનાં જવલાં ક્યાં ગયાં ?' મહાત્મા મેતાર્થે વિચાર્યું કે “જો હું પક્ષીનું નામ દઈશ તો આ સોની તેને જરૂર મારી નાંખશે તેથી મૌન રહ્યા. આથી સોનીને તેમના પરનો વહેમ પાકો થયો અને તેમને મનાવવા માટે મસ્તક પર લીલા ચામડાંની વાધરી કસકસાવીને બાંધી અને તડકે ઊભા રાખ્યા. વાધરી સંકોચાતાં મગજ પર લોહીનું દબાણ વધવાથી અસહ્ય પીડા થવા લાગી, પણ તેને કર્મ ખપાવવાની ઉત્તમ તક માની તેઓ કાંઈ પણ બોલ્યા નહિ. આખરે તેમની બંને આંખો બહાર નીકળી પડી. આ અસહ્ય યાતનાને સમભાવે વેદતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા.
૧૦. સ્થૂલભદ્ર :- નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર હતા. યૌવનાવસ્થામાં કોશા નામની ગણિકાના મોહમાં પડ્યા હતા. પાછળથી વૈરાગ્ય પામી આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી હતી. ભદ્રબાહુસ્વામી પાસેથી તેમને દશ પૂર્વ સુધીનું જ્ઞાન થયું હતું. એક વાર તેમણે ચિર-પરિચિત કોશા વેશ્યાને ત્યાં ગુરુની અનુમતિથી ચાતુર્માસ કર્યું હતું અને સઘળી જાતનાં પ્રલોભનોનો સામનો કરી સંયમ નિયમમાં સંપૂર્ણ સફળતા મેળવવા સાથે કોશાને પણ સંયમમાં સ્થિર કરી હતી. ગુરુએ તેમના કાર્યને “દુષ્કર, દુષ્કર', કહ્યું હતું. ૮૪ ચોવીશી સુધી તેમનું નામ ગવાશે. તેઓ કાળધર્મ પામી પહેલે દેવલોકે ગયા. ક્રમે કરી મોક્ષ પામશે.
૧૧. વજસ્વામી*:- જન્મ તુંબવન ગામમાં, પિતા ધનગિરિ, માતા
+ खितिवण उसभ कुसग्गं रायगिहं चंपापडलीपुत्तं ।
ત્રેિ સાડાને ધૂન-પદસિરિજી વરવી ય શર૭૬ વ. નિ. દિ. ૫. ૨૦૭ મા. ★ तुंबवणसंनिवेसाओ, निग्गयं पिउसगासमल्लीणं ।
छम्मासियं छसु, जयं माउयसमन्नियं वंदे ।। जो गुज्झएहि बालो णिमंतिओ भोयणेण वासंते । णेच्छइ विणीय विणओ तं वइ रिसिं णमंसामि ॥७६६|| I૭૬૭૭૬૮૭૬૨૭૭૦૭૭૨૭૭ર૭૭રૂ ગાવ. નિ. વી. પૃ. ૨૩૨ મા ૨૪૦. . મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org