________________
૪૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું અને શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે“આ નાગદત્ત ઉત્તમ પુરુષ છે, તે પ્રાણ જાય પણ કોઈની પારકી વસ્તુને અડે નહિ. પૂર્વે ધનદત્ત શેઠે આની એકસો સોનામહોર રાખી છે અને આ વખતે કોટવાલે આના ઉપર ખોટું આળ મૂક્યું છે. આથી રાજાએ તે બન્નેને શિક્ષા કરી.
અંતે નાગદત્તે દીક્ષા અંગીકાર કરી અને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષલક્ષ્મીને વર્યા.
નાગદત્ત :- (૨) લક્ષ્મીપુર નગરમાં દત્તનામનો શ્રેષ્ઠી હતો. તેને દેવદત્ત નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર થયો, જેનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. તે નાગની ક્રીડામાં અતિપ્રવીણ હતો. એક વાર તેને પ્રતિબોધ પમાડવા માટે તેનો દેવમિત્ર ગારુડીનું રૂપ લઈને તેની પાસે આવ્યો, અને તેઓ એકબીજાના સર્પોને રમાડવા લાગ્યા. ત્યારે ગારુડીને કંઈ પણ થયું નહિ, પરંતુ નાગદત્ત ગારુડીના સર્પોના દંશથી મૂર્શિત થયો; અંતે ગારુડિકે તેને જિવાડ્યો અને પોતાનો પૂર્વભવ કહી સંભળાવ્યો કે આપણે બને પૂર્વભવમાં મિત્રદેવો હતા. આથી નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી ક્રોધ-માન-માયા-લોભરૂપી ચાર આંતર શત્રુઓને વશ કરી તે મુક્તિ પામ્યો.
૯. મેતાર્યમુનિ* :- ચાંડાલને ત્યાં જન્મ્યા હતા, પણ રાજગૃહીના એક શ્રીમંતને ત્યાં ઊછર્યા હતા. પૂર્વભવના મિત્રદેવની સહાયતાથી અદ્ભુત કાર્યો સાધતાં મહારાજા શ્રેણિકના જમાઈ થયા હતા. બાર વર્ષ સુધી લગ્નજીવન ગાળી અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે દીક્ષા લીધી હતી. એક વખત કોઈ સોનીને ત્યાં તેઓ ગોચરીએ ગયા. સોની સોનાનાં જવલાં ઘડતો હતો, તે પડતાં મૂકી ઘરની અંદર આહાર લેવા ગયો. એવામાં ક્રૌંચ પક્ષી આવી તે
* નો વવરદે પાળિયા ક્રોવ તુ પારૂ I
जीविय मणपेहतं, मेयज्जरिसिं, मेयज्जरिसिं, णमंसामि ॥८७०।। णिप्केडियाणि दोण्णिवि, सीसावे ढेण जस्सै अच्छीणि
જ સંગમ તો, મેયનો મંત્ર 9 II૮૭૨ા આવ. નિ. વી. પૃ. ૧૬૭. મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org