________________
૪૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૬. અણિકા-પુત્ર આચાર્ય* :- ઉત્તર-મથુરામાં દેવદત્ત નામનો વણિ રહેતો હતો. તે ધન કમાવા સારુ દક્ષિણ મથુરામાં આવ્યો અને ત્યાં અર્ણિકા સાથે તેનાં લગ્ન થયાં, પાછા ઉત્તર-મથુરામાં જતાં અર્ણિકાએ માર્ગમાં પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ સંધીરણ એવું પાડ્યું, પરન્તુ લોકોમાં તેઓ અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયા. યોગ્ય વયે જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લઈ અનુક્રમે આચાર્ય થયા. કાલાંતરે પુષ્પચૂલાએ તેમનાથી પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. એકદા દુષ્કાળ પડતાં અન્ય મુનિઓ દેશાંતર ગયા, પણ અર્ણિકા-પુત્ર આચાર્ય વૃદ્ધ હોઈ પુષ્પચૂલ રાજાના આગ્રહથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા તેમનું વૈયાવચ્ચ કરતી હતી, તેમ કરતાં તેને કેવલજ્ઞાન થયું. આ વાતની આચાર્યને ખબર પડી, એટલે તેમણે કેવલી પુષ્પચૂલાને ખમાવી અને પોતાનો મોક્ષ ક્યારે થશે, એ પ્રશ્ન પૂછયો તેનો જવાબ એ મળ્યો કે “ગંગાનદી પાર ઊતરતાં તમારો મોક્ષ થશે.” થોડા વખત પછી
જ્યારે તેઓ અન્ય લોકોની સાથે હોડીમાં બેસીને ગંગા નદી પાર કરતા હતા, ત્યારે જે તરફ આચાર્ય હતા, તે તરફ જ હોડી ઢળવા લાગી. આથી લોકોએ તેમને ઉપાડી નદીમાં ફેંકી દીધા, તેમની ગત ભવની દુર્ભાગ સ્ત્રી મરીને વ્યંતરી થઈ હતી, તેણીએ ટ્વેષથી શૂળીમાં પરોવ્યા–સમતા ભાવથી અંત કૃત કેવળી થઈ મોક્ષમાં ગયા. આ આચાર્યનું શરીર તરતું તરતું નદીના કિનારે ગયું. ત્યાં કેટલાક વખત પછી પાટલ નામનું વૃક્ષ ઊગી નીકળ્યું કે જ્યાં આગળ જતાં પાટલિપુત્ર નામે સુંદર શહેર વસ્યું.
૧૭. અતિમુક્ત મુનિ :- પેઢાલપુર નગરમાં વિજય નામનો રાજા
★ अज्जियलाभे गिद्धा सएण लाभेण जे असंतुट्ठ । भिखायरियाभग्गा, अनियपुत्तं ववइसंति ॥११९०।।
अन्नियपुत्तायरिओ भत्तं पाणं च पुष्फ चूलाए । उवणीयं भुंजंतो, तेणेव भवेण अंत गडो ॥१ प्र.।।
માવ. નિ. વી. દ્વિ મ. પૃ. ૧૭. મ. સા.
+ શ્રીમન્ત દશા: ૬ વ
તિમુt wધ્યયન સૂ. ૧૫ પૃ. ૨૨, ૨૨ = ર૩, ૨૩
મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org