SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૭ ૪૪૧ બુદ્ધિના ધણી હતા. પિતાના કાર્યમાં તેમણે ઘણી સહાય કરી હતી. આજે પણ વ્યાપારી-વર્ગ દિવાળીના દિવસે શારદા-પૂજન સમયે પોતાના ચોપડામાં ‘અભયકુમારની બુદ્ધિ હજો' એ વાક્ય લખી, તેમને યાદ કરીને પવિત્ર થાય છે. ચારિત્રાવરણીય કર્મનો ક્ષય થતાં જ પિતાને આપેલા વચનના બંધનમાંથી છુટીને પ્રભુ પાસે દીક્ષા લઈ, ઉત્કૃષ્ટ તપ કરી કાળધર્મ પામીને અનુત્તર વિમાનમાં દેવ થયા, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે જશે. ૪. ઢંઢણકુમાર :- શ્રીકૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામે રાણીની પુત્ર હતા. તેમણે બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ પૂર્વકર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નહિ, તેથી અભિગ્રહ કર્યો હતો કે ‘સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી.' એકદા ભિક્ષા અર્થે તેઓ દ્વારકામાં ફરતા હતા, તે વખતે શ્રીકૃષ્ણે વાહનમાંથી નીચે ઊતરી ભક્તિભાવથી તેમને વંદન કર્યું. એ જોઈ કોઈ શ્રેષ્ઠિએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા. પરંતુ ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો,' એવું પ્રભુના મુખેથી જાણતાં, તેને કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. ત્યાં જઈને મોદક પઠવતાં ઉત્તમ ભાવના ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા. ૫. શ્રીયક* : શકડાલ મંત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના નાનાભાઈ. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ તેમને પ્રાપ્ત થયું હતું. ધર્મ પર અપૂર્વ અનુરાગ હોવાથી સો જેટલાં જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી અને બીજાં પણ ધર્મનાં અનેક કાર્યો કર્યાં હતાં. આખરે તેમણે દીક્ષા લીધી હતી અને પર્યુષણા-પર્વમાં ઉપવાસનું પચ્ચખાણ કર્યું, કદી ભૂખ સહન કરેલ ન હોવાથી તે જ રાત્રિમાં શુભ ધ્યાન પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમાં દેવ થયા ત્યાંથી ચ્યવી અનુક્રમે-મોક્ષમાં જશે. * વ્રુિતિ વળ સમસળ, રાશિદ સંપાડતીપુત્ત / नंदे सगडाले थूल - भद्दसिरिए वररुची य । આવ. નિ. વિ. . ૧૨૭૬ પૃ. ૨૦૭ ૩ થી પૃ ૧૦૬ આ સુધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy