________________
૪૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
હલ્લ, વિહલ્લ, સુદર્શન (શેઠ), શાલ અને મહાશાલ મુનિ, શાલિભદ્ર, ભદ્રબાહુ સ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને યશોભદ્રસૂરિ. ૩.
જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલ, અવન્તિસુકુમાલ, ધન્નો (ન્ય), ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને બાહુમુનિ. ૪.
આર્યમહાગિરિ, આર્યરક્ષિત, આર્યસહસ્તસૂરિ, ઉદાયન રાજર્ષિ, મનકકુમાર, કાલકાચાર્ય, સામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર અને મૂલદેવ (રાજા). ૫.
પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કૂરગડુ સાધુ, શયંભવ-સ્વામી અને મેઘકુમાર. ૬.
એ વગેરે જે મહાપુરુષો અનેક ગુણોથી યુક્ત છે અને જેઓનાં નામ લેવાથી પાપના પ્રબંધો નાશ પામે છે, તે સુખને આપો. ૭. - - સુલસા, ચન્દનબાળા, મનોરમા, મદનરે ખા, દમયન્તી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા અને સુભદ્રા. ૮
રાજિમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, યેષ્ઠા, સુજયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચેલ્લણા રાણી. ૯.
બ્રાહ્મી, સુંદરી, રુક્મિણી, રેવતી, કુંતી, શિવા, જયન્તી, દેવકી, દ્રૌપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા. ૧૦.
તથા પદ્માવતી, ગૌરી, ગાધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂવતી, સત્યભામા, રુક્મિણી એ આઠ કૃષ્ણની પટ્ટરાણીઓ. ૧૧.
યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના અને રેણા એ સાત સ્થૂલભદ્રની બહેનો. ૧૨.
એ વગેરે નિષ્કલંક શીલને ધારણ કરનારી મહાસતીઓ જય પામે છે કે જેઓનો યશપટલ આજે પણ સમગ્ર ત્રણ ભુવનમાં વાગે છે.
(૬) સૂત્ર-પરિચય સઝાય એટલે સ્વાધ્યાય–સ્વ-અધ્યાય. સ્વ એટલે આત્મા, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org