________________
ચીક્કસાય સૂત્ર ૦૪૩૧
(૫) અર્થ-સંકલના ચાર કષાયોરૂપી શત્રુ-યોદ્ધાનો નાશ કરનાર, મુશ્કેલીથી જિતાય એવા કામદેવનાં બાણોને તોડી નાખનાર નવી પ્રિયંગુલતાના જેવા વર્ણવાળા, હાથીના જેવી ગતિવાળા, ત્રણ ભુવનના સ્વામી, શ્રી પાર્શ્વનાથ જય પામો. ૧.
અહીં તિનીનો અર્થ સુપ્રસિદ્ધ ટીકાકાર મલ્લિષેણે પ્રિયત્તતા કરેલો છે.
સુશ્રુતસંહિતામાં પ્રિયંગુ-શબ્દનો પરિચય ત્રણ રીતે આપવામાં આવ્યો છે : (૧) તે એક પ્રકારનું ધાન્ય છે. “પ્રિય નિકા' ત નો (અધ્યાય ૪૬, સૂત્ર ૨૧, ટીકા. (૨) તે એલાદિવર્ગની સુગંધી વનસ્પતિ છે. “પ્રતા-તર–8–મલીध्यामक-त्वक्पत्र-नागपुष्प-प्रियङ्ग-हरेणुका-व्याघ्रनख-शुक्ति०चण्डा०स्थौणेदक्-श्रीवेष्टकचोचचोरक-वालुक-गुग्गुल्लु-सर्जरस-तुरुष्क-कुन्दुरुक-अगुरु-स्पृक्कोशीर०-मद्रदा-सकुङ्कमानिપુત્ર - વેતિ (અધ્યાય ૩૮. સૂ. ૨૪) (૩) તે દીર્ઘમૂલા વનસ્પતિ છે. “પ્રિયसमाघातकी-पुत्राग-नागपुष्प-चन्दन-कुचन्दन मोचरस-रसाञ्जन-कुम्भीक-स्रोतोज-पद्मकेसरયોગનવર્થિયો તીર્થમૂત્રાતિ' (અ. ૩૮) આ પરિચયમાંથી એટલું જાણી શકાય છે કે પ્રિયંગુ-શબ્દ કાંગ નામના ધાન્યને માટે પણ વપરાય છે, પરંતુ તે અહીં ઉપયુક્ત નથી; જ્યારે પ્રિયંગુ એ સુગંધી-વર્ગની વનસ્પતિ છે અને તે લાંબા મૂળવાળી છે, એ હકીકત પ્રિયંગુનો નિર્ણય કરવામાં ઉપયોગી છે.
- સુશ્રુતસંહિતાનો આ પરિચય તથા શ્રી હેમચંદ્રાચાર્યે આપેલાં નામોનો વિચાર કરતાં પ્રિયંગુનું સ્વરૂપ નીચે મુજબ સમજાય છે :
(૧) પ્રિયંગુ, શ્યામા અને ફલિની તેનાં નામો છે. (૨) તે સુગંધી-વર્ગની વનસ્પતિ છે. (૩) તે દીર્ઘ મૂળવાળી છે. (૪) તે રંગે શ્યામ-નીલ છે. (૫) તેને ફલો આવે છે.
આ સ્વરૂપ કાળીવેલના નામથી ઓળખાતા કાળી ઉપરસાલના વેલાને બરાબર લાગુ પડે છે, કારણ કે (૧) તેને સંસ્કૃતમાં શ્યામા, કોંકણીમાં સુગન્ધકાવલી કે શ્યામી, હિન્દીમાં ગૌદીસર કે કાલીસર અને બંગાળીમાં અનન્તમૂળ કે શ્યામાલતા કહે છે, (૨) તેમાં એક પ્રકારની સુગંધી હોવાથી તે “સુગન્ધા” પણ કહેવાય છે, (૩) તેનાં મૂળ દીર્ઘ હોય છે. (૪) તેનો વેલો રંગે શ્યામ હોય છે અને (૫) તેને લાંબી શિંગો પણ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org