________________
૪૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૯) નમ: -નમસ્કાર હો. કોને ? તુગતને. કેવી તને ? મવ્યાનાં સિદ્ધ - ભવ્ય ઉપાસકોને “સિદ્ધિ' આપનારીને. વળી કેવી તને? નિવૃતિ-નિર્વાન-ગનિ ! શાંતિ અને પરમ પ્રમોદ આપનારીને. વળી કેવી તને ? સવાનામ્ ગમયપ્રાનિત ! “સત્ત્વશાલી” ઉપાસકોને અભયનું દાન કરવામાં તત્પર! વળી કેવી તને? સ્વતિyવે ! ક્ષેમને આપનારી તને. દેવીની વિભૂતિઓનો લાભ સકલસંઘને અને સાધુ-સમુદાયને કેવા કેવા પ્રકારે મળે, તે દર્શાવ્યા પછી તેની ઉપાસના કરનારાઓના અધિકાર-પરત્વે ત્રણ પ્રકારના ભેદ પાડીને, તેઓને કયા કયા લાભો મળે છે તે દર્શાવે છે. આ ઉપાસકોમાં જેઓ “ભવ્ય' છે, (જને યાંત્રિકો “દિવ્ય' પણ કહે છે) તેમને સિદ્ધિ”, “શાંતિ અને “પરમ-પ્રમોદ' આપે છે; તથા જેઓ “સત્ત્વશાળી છે, (જને માંત્રિકો “વીર' પણ કહે છે) તેમને દેવી “નિર્ભયતા” અને “ક્ષમ આપે છે.
(૧૦) વળી કેવી તને ? દે સેવ !-હે દેવી ! માનાં ગલૂનાં ગુમાવજે -જઘન્ય ઉપાસકોનું શુભ કરનારીને. વળી કેવી તને ! સદીનાં વૃતિ-તિ-મતિ-વૃદ્ધિ-પ્રતાના નિત્યમ્ તે સમ્યગુદૃષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે નિરંતર તત્પર એવી તને. જેઓ માત્ર ઓઘસંજ્ઞાથી જ ઉપાસના કરે છે તેઓ “ભક્ત જંતુ' કહેવાય છે (જને માંત્રિકો “પશુ' પણ કહે છે) અને તેમનું દેવી “શુભ કરે છે. એટલે કે તેમને સાધનાની સંપ્રાપ્તિ કરી આપે છે.
શ્રી સંઘ, સાધુ-સમુદાય અને ત્રણ પ્રકારના ઉપાસકોને દેવી કેવા કેવા લાભો પહોંચાડે છે તે જણાવ્યા પછી સમ્યમ્ દષ્ટિઓને થતા લાભનું વર્ણન કરે છે. સમ્યગુદૃષ્ટિવાળા જીવો દેવીની ઉપાસના તરફ ખાસ લક્ષ્ય આપનારા હોતા નથી. તેમ છતાં તેનું આરાધન કરવાથી દેવી તેમને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપે છે, કે જે સંચારી ભાવોનો સમ્યગદષ્ટિપણાની સ્થિરતા માટે અતિ જરૂરી છે.
(૧૧) નય વિનયસ્વ-જય પામ ! વિજય પામ !! ક્યાં ? ગતિજગતને વિશે. કોણ ? વિ ! હે દેવી ! તું. કેવી દેવી ? નિન-શાસનનિરતાનાં શક્તિનતાનાં જનતાનાં શ્રી-સમ્પ–સ્રીતિયશોવર્ધનિ !-જિનશાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org