SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૮૧ આ અવ્યય અહીં અન્વાચય અર્થમાં છે, એટલે મુખ્યભાવની સાથે ગૌણભાવને દર્શાવનારું છે. સદ્દા-નિરંતર. શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-પ્રદ્દે !-શિવ, તુષ્ટિ અને પુષ્ટિને આપનારી ! ચિત્તની સ્વસ્થતા, ઇન્દ્રિય-જય અને ધર્મ-ભાવનાની પુષ્ટિ કરનારી ! શિવ અને સુતુષ્ટિ અને પુષ્ટિ તે શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ, તેની પ્રવા તે શિવસુતુષ્ટિ-પુષ્ટિ-પ્રવા, તેનું સંબોધન શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-પ્રફે ! શિવ-નિરુપદ્રવતા. સુષ્ટિ-સંતોષ અથવા જય પુષ્ટિ-ઉત્સાહ અથવા લાભ કે ગુણવૃદ્ધિ. નીયા:-તું જય પામ, તું અત્યન્ત જય પામ. ત્વ નીયા: નયવતિ મવ !'-(સિ) ‘તું જિત એટલે જયવાળી થા.’ અહીં ‘નીયા:’ પદ આશીર્લિંગ હોવાથી અને આગળ પિ-અવ્યયનો પ્રયોગ થયેલો હોવાથી ‘અત્યન્ત જય પામ' એવો અર્થ પણ સંગત છે. (૯) મવ્યાનામ્-ભવ્યોને, ‘ભવ્ય’ ઉપાસકોને. ‘મતિ પરમપયોગ્યતામાસા—તિમવ્ય:'--જે પરમપદની યોગ્યતાને ધારણ કરે છે, તે ભવ્ય.' મંત્ર-વિશારદો ઉત્તમ કોટિના ઉપાસકોને ‘દિવ્ય’ કહે છે, મધ્યમ કોટિના ઉપાસકોને ‘વીર’ કહે છે અને જઘન્ય કોટિના ઉપાસકોને ‘પશુ’ કહે છે. અહીં વપરાયેલો ‘ભવ્ય’ શબ્દ ‘દિવ્ય’ના અર્થમાં સમજવાનો છે. આ કોટિના ભક્તો-આરાધકો ઉચ્ચકોટિની ભક્તિવાળા હોય છે. વૃતસિદ્ધે !-હે કૃતસિદ્ધા ! હે સિદ્ધિ-દાયિની ! તસિદ્ધિનું સંબોધન તસિદ્ધે ! ‘તા સિદ્ધિર્યયા મા ધૃતસિદ્ધિ: ।કરાયેલી છે સિદ્ધિ જેના વડે તે તસિદ્ધિઃ' અર્થાત્ તારા ઉપાસકોને તું સિદ્ધિ આપનારી છે, સિદ્ધિ દેનારી છે, સિદ્ધિ-દાયિની છે.* * અન્યત્ર આ નામ વડે દેવીની સ્તુતિ કરવામાં આવી છે : જેમ કે “પ્રભાતિ ! નમસ્તુë, રોમ-નાશિનિ ! તે નમઃ । તપોનિછે ! તમસ્તુë, સિદ્ધિવાયિનિ ! તે નમઃ ।૬।" Jain Education International -તેવીસ્તોત્રમ્ (ભૈ. ૫. ક. પૃ. ૮૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy