SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ)૦૩૬૭ શાન્ત–શાંતરસથી યુક્તને, પ્રશમરસ-નિમગ્નને, ત્રિગુણાતીતને. શાન્ત એટલે શાંતરસથી યુક્ત, પ્રશમરસમાં નિમગ્ન કે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોથી અતીત. શાન્તરસ માટે કહ્યું છે કે : ન યત્ર ટુંકવું ન સુવું ન વિસ્તા, न द्वेष-रागौ न च काचिदिच्छा । રસ: સ શાન્ત: fથતો મુની, સર્વેષ ભાવેષ શ: : (પ્રધાન:) !” જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ કહ્યો છે. બધા ભાવોમાં શમ એ શ્રેષ્ઠ છે.” શ્રી જિનેશ્વરની આકૃતિ પ્રશમરસ-નિમગ્ન હોય છે. તે માટે કહ્યું "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥" “તારું દષ્ટિ-યુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખ-કમલ પ્રસન્ન છે, ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. બન્ને હાથો પણ શસ્ત્ર-વિનાના છે, તેથી જગતમાં ખરેખર તું જ વીતરાગ દેવ છે.” જમણો હાથ – વરદમુદ્રા ) પુસ્તકો અક્ષમાલા ! ડાબો હાથ - કુંડિકા કમંડલું કમંડલુ કમલ આ સ્વરૂપમાં હાથમાં ધારણ કરવાની વસ્તુઓમાં થોડો ફરક છે, પણ તેટલા માત્રથી દેવીનું સ્વરૂપ ભિન્ન ઠરતું નથી; કારણ કે આ પ્રકારનો ફેરફાર એક જ દેવીનાં સ્વરૂપો પરત્વે હોય છે. જુઓ Journal of the Indian Society of Oriental Arts Vol. XV ૧૯૪૭, Calcuttaમાં પ્રગટ થયેલો શ્રીયુત ઉમાકાંત પ્રેમાનંદ શાહ, એમ. એ.નો ‘Iconography of the sixteen Jaina Mahävidyas નામનો સચિત્ર વિસ્તૃત લેખ. કમલ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy