________________
વરકનક-સ્તુતિ ૭૩૫૯
સતિશત-એકસો ને સિત્તેર. સતિ અધિક શત, તે સતિશત. સતિ-સિત્તેર. શત-સો. નિનાના-જિનોની. સર્વાભરપૂનિતમ્-સર્વ દેવોથી પૂજાયેલ. સર્વ અમર તે સર્વોપર, તેના વડે પૂનિત તે સમર-પૂનત. સર્વ-બધા. મમર-દેવ. પૂનિત-પૂજાયેલા. વન્ટે-હું વંદું છું.
(૪) તાત્પર્યાર્થ સરલ છે.
(૫) અર્થ-સંકલના શ્રેષ્ઠ સુવર્ણ, શ્રેષ્ઠ શંખ, શ્રેષ્ઠ પરવાળાં, શ્રેષ્ઠ નીલમ અને શ્રેષ્ઠ મેઘ જેવા વર્ણવાળા, મોહ-રહિત અને સર્વ દેવો વડે પૂજાયેલા એકસો ને સિત્તેર જિનેશ્વરોને હું વંદું છું.
(૬-૭) સૂત્ર-પરિચય અને પ્રકીર્ણક શ્રીઅજિતનાથ ભગવાનના સમયમાં તીર્થંકર દેવોની ઉત્કૃષ્ટ સંખ્યા એકસો ને સિત્તરની હતી. આ એકસો ને સિત્તેર તીર્થકરોની ઉપાસના કરવા માટે એક વિશિષ્ટ યંત્રની રચના પણ થયેલી છે જુઓ પૃષ્ઠ ૩૮૧ અને તેનું વિધિસર સ્મરણ કરવા માટે “તિજયપહુર-થુત્ત” કે “સત્તરિસય-ઘુત્ત' (સપ્તતિ-શતસ્તોત્ર) રચાયેલું છે. એ સ્તોત્રની ચૌદ પ્રા. ગાથાઔ પૈકી અગિયારમી ગાથાની સંસ્કૃત છાયા, તે પ્રસ્તુત સૂત્ર છે. શાંતિ સ્નાત્રાદિપ્રસંગમાં આ ગાથાને આદિમાં ‘' તથા અંતમાં “સ્વાહા' પદ જોડીને બોલવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org