________________
કમલદલ- સ્તુતિ ૦૩૩૩
શ્રુતદેવીની આધારે વિગત માટે જુઓ સૂત્ર-૩૬ સિદ્ધિ-સિદ્ધિને.
(૪) તાત્પર્યાર્થ સરલ છે,
(૫) અર્થ-સંકલના કમલ-પર-સમાન વિશાળ નેત્રવાળી, કમલ જેવા મુખવાળી, કમલના મધ્યભાગ જેવા શ્વેત વર્ણવાળી અને કમલ પર રહેલી એવી પૂજ્ય મૃતદેવી સિદ્ધિ આપો.
(૬) સૂત્ર-પરિચય પ્રતિક્રમણ-ક્રિયામાં છ આવશ્યકો પૂરાં થયા પછી તેના અંતિમ મંગલ તરીકે સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આ સ્તુતિ બોલે છે. તેમાં શ્રુતદેવતાનાં નયનોની, મુખની અને શરીરની સરખામણી કમલના વિવિધ ભાગો સાથે કરવામાં આવી છે. શ્રુતદેવતાનાં નયનો કમલનાં પત્ર જેવાં વિશાળ છે, મુખ કમલના જેવું કોમળ અને પ્રશસ્ત છે, દેહનો વર્ણ કમલના મધ્યભાગ જેવો ગૌર છે. વળી તે કમલના આસન પર જ બેઠેલી છે, એટલે શ્રુતદેવતા દરેક રીતે કમલ જેવી સુંદર, મનોહર, સિદ્ધિકારક અને માંગલિક છે. સ્મરણ કરાયેલી આવી શ્રુતદેવતા પ્રશસ્તભાવનું કારણ હોઈ ઈષ્ટ સિદ્ધિ આપે, એ સ્વાભાવિક છે અને તેવી ભાવના આ સ્તુતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(૭) પ્રકીર્ણક પ્રાયઃ વિક્રમની પાંચમી સદીમાં થયેલા શ્રીમલવાદસૂરિએ રચેલા દ્વાદશાર ન ચક્ર નામના તાર્કિક ગ્રંથના ત્રીજા અરની ટીકાના પ્રારંભમાં મંગલાચરણ તરીકે શ્રુતદેવતાની આ સ્તુતિ મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org