________________
‘વંદિત્ત સૂત્ર ૦૩૦૯ આલાપકો આ સૂત્રનો આધાર છે. તેના ઉપરથી વંદિતુ સૂત્રની પદ્યાત્મક રચના કરાઈ છે. સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. આ સૂત્રની ૪૮મી ગાથા આ. નિ. ૧૨૮૫ ગાથા તરીકે તથા ૪૯મી અને ૫૦મી ગાથા ચોથા પ્રતિક્રમણ નામના અધ્યયનના અંતે મૂળ સૂત્ર તરીકે આપેલી છે.
वंदित्तु सूत्र છંદ : શાસ્ત્રની પરિભાષામાં આ સૂત્રનાં પદ્યો આર્ષ છે, જૈન પરિભાષામાં આ સૂત્રનાં પદ્યો આગમિક છે. જે કાળમાં હજી છંદોને અત્યારના છંદ શાસ્ત્રોમાં મળે છે તેવા નિયત સ્વરૂપો મળ્યાં નહોતાં તે સમયનું આ સૂત્ર છે.
પદ્યોના ભાવપૂર્વક થતા પ્રલંબિત પઠનમાંથી નિષ્પન્ન થતા એક પ્રકારના ઘોષને લીધે આ સૂત્રો કર્ણમધુર હતા.
સૂત્રપદ્ધતિ પ્રમાણે પઠન કરવામાં પહેલા અને ત્રીજા ચરણ પછી આરામ કરવાનો હોય છે, આવા આરામને “યતિ' કહે છે. જે ગાહામાં યતિ ન આવે તેને વિપુલા' કહે છે અને જે સયતિક દલવાળી હોય તેને “પપ્પા” કહે છે.
ખરી રીતે તો ગાહા છંદનો મેળ ચતુષ્કલોનાં આવર્તનોનો છે અને આપણે એ બરાબર સમજીએ તો પછી યતિને કારણે વિલંબનો અવકાશ રહેતો નથી. આથી આ બધા પ્રસંગે યતિનો અર્થ ત્યાં શબ્દનો અંત આવે તેટલો જ કરવો જોઈએ. છંદ શાસ્ત્રમાં આ સ્થાને બીજા લઘુથી પદ શરૂ થાય છે એટલું જ કહ્યું છે પણ યતિ કહી નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય “યતિ' શબ્દનો પ્રયોગ ટીકામાં કરે છે અને તે પણ ઉપચારથી. - અહીં યતિભંગના દોષો જે બતાવવામાં આવ્યા છે તે પઠન પાઠનમાં ઉચ્ચારણ વિશેની અનુકૂળતા માટે છે.
આ સૂત્રની રચના મોટે ભાગે આગમિક ગાહા અથવા આર્યા છંદમાં છે. અમુક અપવાદો સિવાય બધી ગાથાઓ છંદશાસ્ત્રના નિયમોને મહદંશે અનુકૂળ છે.
લગભગ સર્વ ગાથાઓની માત્રા સત્તાવન છે અને તે પૂર્વાર્ધમાં ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org