________________
‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૦૭
કહેવામાં આવ્યું છે. તે સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે પોતાને કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી પણ મૈત્રીભાવ છે, અને તે સહુનું કલ્યાણ ઇચ્છે છે.
પચાસમી ગાથા ઉપસંહારરૂપ છે. તેમાં ‘નિંદા, ગર્હા અને જુગુપ્સા’-પૂર્વક સમ્યક્ પ્રકારે ‘આલોચના' કરવામાં આવી છે, તથા થયેલા દોષોનું મન, વચન અને કાયાથી, ‘પ્રતિક્રમણ' કરતાં ચોવીસે જિનોને પૂર્ણાહુતિનું વંદન કરવામાં આવ્યું છે. ‘કૃતિ પ્રતિક્રમણ સૂત્ર'યાને ‘સાધુ પ્રતિક્રમણ સૂત્ર'ના અંતમાં ‘વંદિત્તુ સૂત્ર’ની છેલ્લી બે ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે.
વંદિત્તુ સૂત્ર-ગત સમ્યક્ત્વ, બાર વ્રત અને સંલેખનાના અતિચારોને તેમ જ પંદર કર્માદાનને લગતા ઉલ્લેખની, ઉપાસક દશાંગનાં સૂત્રો, આવશ્યક સૂત્ર તેમ જ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના સાતમા અધ્યાયના ૩૮મા તેમજ ૨૦થી ૩૨મા સુધીનાં સૂત્રો સાથે સરખામણી થઈ શકે તેમ છે. વિશેષમાં ‘વંદિત્તુ સૂત્ર’ની ૪૪મી અને ૪૫મી ગાથા ‘જાવંતિચેઈ આઈં’ અને ‘જાવંતિ કે વિ સાહૂ' એ બે તો પૃથક્ સૂત્રરૂપે પણ જોવાય છે. આની છેલ્લી બે ગાથા દિગંબરીય બૃહત્ પ્રતિક્રમણમાં પાઠ ભેદપૂર્વક ઉપલબ્ધ થાય છે.
-જૈન સત્યપ્રકાશ વર્ષ ૩, અંક ૭, પૃ ૨૫૭
આ સૂત્ર પર નીચે મુજબ ચૂર્ણિઓ, વૃત્તિઓ, ટીકાઓ કે વ્યાખ્યાવિવરણ રચાયેલાં મળી આવે છે :
(૧) ટીકા : શ્રીપાર્શ્વમુનિ-(યક્ષદેવ-શિષ્ય) વિ. સં. ૯૫૬. (ગંભૂતા-ગાંભૃ ગામમાં જંબુ શ્રાવકની સહાયતાથી.)
(૨) ચૂર્ણિ શ્રીવિજયસિંહસૂરિ, વિ. સં. ૧૧૮૩માં રચી છે અને શ્રીજિનદેવસૂરિજીએ એ જ વર્ષમાં એના ઉપર ભાસ (ભાષ્ય) રચ્યું છે. એવો અર્થદીપિકામાં ઉલ્લેખ છે.
(૩) વૃત્તિ (પડાવશ્યક) શ્રીચન્દ્રસૂરિ, વિ. સં. ૧૨૨૨.
(ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરના શિષ્ય).
(૪) લઘુવૃત્તિ શ્રીતિલકાચાર્ય યા તિલકસૂરિ (ચક્રેશ્વરસૂરિના શિષ્ય) વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org