________________
વંદિતુ સૂત્ર૦ ૨૫ તજવાં યોગ્ય છે. છતાં જો તેનું સેવન થયું હોય તો પ્રતિક્રમણ કરવું ઘટે.
બીજા હેતુથી જ આવશ્યક અથવા મહામંત્રશ્રી નવકાર વગેરેની ગણના આદિ કર્તવ્યો કરવા યોગ્ય છે, છતાં તે ન થયાં હોય તો પ્રતિક્રમણ કરવું ઘટે.
ત્રીજા હેતુથી જ્ઞાનીઓનાં વચન પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, એટલે શાસ્ત્રમાં કહેલી ભવ્ય, અભવ્ય, નિગોદ વગેરેની સૂક્ષ્મ વાતોમાં સંદેહ ઉત્પન્ન થયો હોય કે ગ્રહણ કરવાની રુચિ ન થઈ હોય, તો પ્રતિક્રમણ કરવું ઘટે છે.
ચોથા હેતુથી વિપરીત-પ્રરૂપણા-આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પણ પ્રતિક્રમણ કરવું ઘટે છે.
એટલે જેઓ વ્રતધારી ન હોય પણ વ્રત વિનાના શ્રાવક હોય તેને પણ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે.
(૪૮-૫) (૧) નિષેધ કરાયેલાં કાર્યો)નું આચરણ કરવાથી, (૨) કરવાયોગ્ય (કાર્યો)નું આચરણ ન કરવાથી, (૩) અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી અને (૪) શ્રીજિનેશ્વરદેવના ઉપદેશથી વિપરીત પ્રરૂપણા કરી હોય એ ચાર હેતુથી (વ્રતધારી શ્રાવકની જેમ અવ્રતી (વ્રત વિનાના) શ્રાવકને પણ) પ્રતિક્રમણ કરવાનું હોય છે.
અવતરણિકા-એ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતે પ્રતિક્રમણના વિષયો તેમ જ ચાર હેતુઓ જણાવવાપૂર્વક (વતી અને અગ્રતી) દરેકને પ્રતિક્રમણ કરવાનું સિદ્ધ કર્યું. હવે સંસારમાં અનાદિકાળથી રહેલા સર્વ જીવોને જુદા જુદા ભવોમાં પરિભ્રમણ કરતાં બીજા જીવોની સાથે વૈર વિરોધ થયા હોવાનું સંભવિત હોવાથી આ નીચેની ગાથા દ્વારા એ અનંતભવોમાંના અનંત જીવો સંબંધીના વૈર વિરોધની ક્ષમાપના વડે પ્રતિક્રમણ જણાવાય છે.
(૪૯-૩) સ્વામિ-[ક્ષમયf]-હું ખમાવું છું, મારા વડે થયેલા દોષોની ' ક્ષમા માગું છું. હું સહન કરાવું છું.
ક્ષ- આ ધાતુ પહેલા ગણમાં આત્માનપદનું ક્રિયાપદ છે. અને તેનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ ક્ષણે થાય છે. તેમજ તે ચોથા ગણનું પરસ્મપદનું ક્રિયાપદ છે અને તેનું રૂપ ક્ષાણાનિ થાય છે. તેનું પ્રેરક રૂપ ક્ષયામિ વગેરે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org