SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સિદાય છે, તેથી નિરપેક્ષ વૃત્તિવાળાએ તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરવું, તે વધુ ઉચિત છે. મૂત્રાપુન-૩ત્તર -[મૂત્રમુગ-૩ત્તશુળ-મૂલગુણ અને ઉત્તરગુણને વિશે. મૂન:-પર્શીવ્રતાનિ' (અ. દી.) “મૂલગુણો' એટલે પાંચ અણુવ્રતો. ‘૩મુ :- સંત ગુણવ્રતાવીન' (અ. દી.) અને “ઉત્તરગુણો’ એટલે સાત ગુણવ્રતો વગેરે. તં નિર્વે નં ર રિામિ-પૂર્વવત્. (૪૨-૪) ગાતો........હિમ. આલોચના' શબ્દનો સામાન્ય અર્થ ગુરુ-સમક્ષ સ્વદોષોનું પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત-ગ્રહણ છે. તેમ છતાં કાર્યમાં કારણનો ઉપચાર કરીને આલોચના-યોગ્ય પાપોને અથવા દોષોમાં કારણભૂત પ્રમાદ ક્રિયાને માટે પણ તે શબ્દ વપરાય છે. અહીં “આલોચના' શબ્દ તેવા જ અર્થમાં વપરાયેલો છે. એટલે તેનો અર્થ પાપ-પ્રમાદસ્થાનો-ભૂલો-સ્કૂલનાઓ કે અતિચારો થાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ અતિસૂક્ષ્મ હોવાથી તેમ જ આત્મા સતત સાવધાન નહિ રહેવાથી સંભવ છે કે પ્રતિક્રમણ-કાલે બધી આલોચનાઓ–બધાં પાપો યાદ ન આવે અને કોઈ પાપ આલોચના વિનાનું રહી જાય કે જે શલ્ય ગણાય છે. તેથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અહીં તમામ સૂક્ષ્મ અતિચારોનું સામાન્ય પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. આ “અતિચારો,” “મૂલગુણ અને ઉત્તરગુણ' સંબંધી સમજવાના છે. અહીં નિંદા અને ગર્તા તેની જ કરવામાં આવી છે. (૪૨-૫) પાંચ મૂલગુણો અને સાત ઉત્તરગુણો સંબંધી આલોચના કરવા યોગ્ય અતિચારો અનેક પ્રકારના હોય છે. તે બધા પ્રતિક્રમણ કરતી વખતે યાદ ન પણ આવ્યા હોય, તેથી અહીં તેને નિંદું છું, તેની ગહ કરું છું. અવતરણિકા-આ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક, પોતાનાથી થયેલાં દુષ્કૃત વગેરેની નિંદા અને ગહ કરવારૂપ પ્રતિક્રમણ કરીને વિનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy