________________
૨૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
લૂંટારાએ કહ્યું કે-“ગામમાં જે કોઈ પુરુષ, સ્ત્રી કે પશુ હાથ આવે તેને મારી નાખીને ધન લૂંટવું. બીજાએ કહ્યું : “પશુઓને શા માટે મારવાં ? જો સામનો કરશે તો મનુષ્ય કરશે, માટે પશુઓને મારવા નહિ.” ત્રીજાએ કહ્યું : મનુષ્યોમાં પણ સામનો તો પુરુષો જ કરે છે, માટે સ્ત્રીઓને મારવાની જરૂર નથી.' ચોથાએ કહ્યું “સર્વ પુરુષોને મારવાથી શું લાભ? જેના હાથમાં હથિયાર હોય તેને જ હણવા, કારણ કે સામનો કરશે તો તેઓ જ કરશે.' પાંચમાએ કહ્યું : “બધા હથિયારવાળાને મારવાની જરૂર નથી. જેઓ સામનો કરે તેને જ મારવા.” ત્યારે છઠ્ઠાએ કહ્યું : “ભાઈઓ, એક તો આપણે લૂંટ ચલાવવાનું પાપ કરીએ છીએ અને સાથે સાથે જ માણસોનાં ખૂન કરીશું તો કયા ભવે છૂટીશું ? માટે કોઈને પણ માર્યા વિના માત્ર ધનને જ લૂંટવું અને જરૂર હોય ત્યાં બચાવ કરવો.'
એક જ કામ માટે જુદી જુદી વ્યક્તિઓના અધ્યવસાયો કેટલા તીવ્ર અને મંદ હોય છે, તેનો ખ્યાલ ઉપરનાં દૃષ્ટાન્તો બરાબર આપે છે.
અધ્યવસાયોની આ તર-તમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દૃષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે તે સરખી નથી. “જેવા અધ્યવસાયો તેવો કર્મબંધ.' એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત બંધનું કારણ બને છે, જયારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને ચોથી વ્યક્તિને અનુક્રમે “નિધત્ત,” “બદ્ધ” અને “પૃષ્ટ' કર્મ-બંધનો અધિકારી બનાવે છે. એટલે અધ્યવસયોની તર-મરતા એ કર્મ-બંધનનું નિર્ણાયક તત્ત્વ છે.
પ્રતિક્રમણની ક્રિયા અધ્યવસાયોને ઉત્તરોત્તર નિર્મળ બનાવનારી હોઈને તેનું અનુષ્ઠાન કરનારને શુદ્ધ અને વિશુદ્ધ અધ્યવસાય તરફ લઈ જાય છે, અને તે જ એની મોટી સિદ્ધિ છે.
(૩૬-૫) સમ્યગૃષ્ટિ (અવિપરીત બોધ-સમજણવાળો) જીવ જો કે કોઈપ્રસંગે નિર્વાહ ન થવાથી (ન છૂટકે) અલ્પ નિર્વાહ પૂરતું (પાવ ખેતી વગેરે) પાપને આચરે છે તો પણ તેને કર્મ-બંધ અતિઅલ્પ થાય છે, કારણ કે સમ્યગૃષ્ટિજીવ તે પાપોને નિર્દયતાના તીવ્ર અધ્યવસાયથી કરતો નથી.
અવતરણિકા–સમ્યગ્દષ્ટિ શ્રાવક અલ્પ પાપબંધ કરે છે પરંતુ જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org