________________
૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨
મો-[ ~:]-થોડો. સિ-તિ-તેને. રોટ્ટ-મિતિ-થાય છે. વંથો-વિશ્વ:]-બંધ, કર્મ-બંધ.
T-[1]-જેથી, કારણ કે-[i]-ન. નિષ-મુનિર્વય-નિર્દય રીતે, નિધુરતાથી.
નિકંથ'પદ દેશ્ય છે, તે નિર્દયતા, નિષ્ફરતા કે નિર્લજ્જતાનો અર્થ દર્શાવે છે.
ગુરૂ-ત્તેિ -કરે છે. (૩૬-૪) સદિઠી...... .
સમ્યક્ત, બાર વ્રત અને સંલેખનામાં લાગેલા કાયિક, વાચિક અને માનસિક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેની તાત્ત્વિક મહત્તા દર્શાવવાના હેતુથી આ ગાથા રજૂ કરવામાં આવી છે. કેટલાક એમ કહે છે કે “પાપની નિંદા કરવી. ગર્તા કરવી, તેમાંથી પાછું ફરવું અને પાછા તે જ પાપોમાં પ્રવૃત્ત થવું, એનો વાસ્તવિક અર્થ કાંઈ નથી. એ ક્રિયા હસ્તિ-સ્નાન જેવી નિરર્થક છે. જેમ એક હાથી સરોવરમાં જઈને સ્વચ્છ જળ વડે સ્નાન કરે છે, અને બહાર આવીને પાછો ધૂળ અને કાદવ સૂંઢ વડે પોતાના શરીર પર ઉડાડે છે, તેથી પુનઃ તે અસ્વચ્છ બની જાય છે, એટલે તેની વાસ્તવિક શુદ્ધિ થતી નથી, પરંતુ તેમનું આ કથન શરીરે મેલ ચડે છે માટે નાહવું નહિ તેના જેવું છે. જયાં મેલ ચડવાની ક્રિયા ચાલુ છે, ત્યાં સ્નાનની અગત્ય આપોઆપ સિદ્ધ થાય છે. જો એ સ્થિતિમાં સ્નાનનો આશ્રય લેવામાં ન આવે તો મેલનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે અને તેથી શુદ્ધિ થવાનો પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. પાપનું પુનઃ અકરણ એ પ્રતિક્રમણનો મુખ્ય અર્થ છે. તો પણ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી, એ પણ પ્રતિક્રમણ ગણાય છે. અહીં સાંસારિક પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org