________________
વંદિતું સૂત્ર ૦ ૨૩૩ ધારણ કરીને મુનિરાજની વસતિવાળા સ્થાને જઈને પોતાને ત્યાં ગોચરીએ પધારવાનું નિમંત્રણ કરે. પછી ઉચિત વિધિ સાચવીને ઓછામાં ઓછા બે સાધુ તેની સાથે જાય, પછી જ્યારે મુનિરાજ ઘરે પધારે ત્યારે આસન આપી બેસવા માટે નિમંત્રણા કરે. જો તેઓ બેસે તો ઠીક, ન બેસે તો પણ તેમનો યોગ્ય વિનય કર્યો ગણાય. ત્યારબાદ ભોજન-પાણી વગેરે પ્રાસુક અને એષણીય વસ્તુઓ પોતાના હાથે જ વહોરાવે અને બીજો વહોરાવે તો પોતે ભોજન-પાત્ર ધરી રાખે. મુનિરાજ પોતાને ખપ પૂરતું લે. ત્યારબાદ વંદન કરીને મુનિને વળાવવા થોડે દૂર સુધી સાથે જાય. ત્યારબાદ પોતે જમે મુનિરાજે જે ગ્રહણ કર્યું હોય તે જમે અને ન લીધું હોય તે ન જમે.” આ સંબંધી શ્રીધર્મદાસગણિએ ઉપદેશ માલામાં જણાવ્યું છે કે :
"साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किं पि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥"
“યથોક્ત વિધિ કરનારા ધીર સુશ્રાવકો તે પારણાના દિવસે મુનિરાજને કલ્પનીય જે કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે આપી ન હોય, તેવી વસ્તુનું ભોજન કરતા નથી.”
હવે જ્યાં મુનિરાજનો યોગ ન હોય ત્યાં શ્રાવકે પ્રથમ બારણે ઊભા રહીને કોઈ મુનિરાજ અકસ્માત્ આવે છે કે નહિ ? તેની રાહ જોવી અને વિશુદ્ધ ભાવથી ચિંતન કરવું કે-“જો આ વખતે મને મુનિરાજનો લાભ મળે તો કેવું સારું ?' તેનાથી જ મારો નિસ્તાર છે, વગેરે. આ વિધિ પોષધોપવાસના પારણાનો છે. તે સિવાયના દિવસે પણ મુનિરાજને દાન દઈને જમવું અથવા જમ્યા પછી પણ દાન દેવું.
આ અતિથિ-સંવિભાગ વ્રતમાં નીચેની પાંચ વસ્તુઓ અતિચારરૂપ લેખાય છે :
(૧) “સચિત્ત-નિક્ષેપ'-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુમાં સચિત્ત વસ્તુ નાખી દેવી.
(૨) “સચિત્ત-પિધાન”-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી દેવી-તેનું ઢાંકણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org