________________
વંદિતું સૂત્ર ૦ ૨૨૭
સિઘાવ-[fશક્ષાવૃ-શિક્ષાવ્રતને વિશે. [િનિમિ-હું નિંદુ છું. (૨૯-૫) સંથારુન્ધાર-વિહી...નિવે.
“પોષધોપવાસ' વ્રતના મુખ્ય અતિચારો પાંચ છે. તેનાં નામો શ્રીઉપાસકદશાંગસૂત્ર અનુસાર આ પ્રમાણે છે :
' ૧. “અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-શમ્યા-સંસ્તારક”-શમ્યા અને સંસ્તારકની પ્રતિલેખના કરવી નહિ અથવા ખરાબ રીતે કરવી.
- ૨. “અપ્રમાજિંત-દુષ્પમાર્જિત-શય્યા-સંસ્તારક'-શપ્યા અને સંસ્તારકની પ્રમાર્જના કરવી નહિ અથવા જેમતેમ કરવી.
૩. “અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-ઉચ્ચાર-પ્રગ્નવણ-ભૂમિ-વડીનીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રતિલેખન કરવું નહિ અથવા જેમતેમ પ્રતિલેખન કરવું.
૪. “અપ્રમાર્જિત-દુષ્પમાજિક-ઉચ્ચાર-પ્રગ્નવણ-ભૂમિ'વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રમાર્જન કરવું નહિ અથવા જેમતેમ પ્રમાર્જન કરવું.
૫. “અનનુપાલન-પોષધ વિધિ-પૂર્વક બરાબર કરવો નહિ.
સંસ્કાર અને ઉચ્ચારભૂમિના પ્રતિલેખન અને પ્રમાર્જન રૂપ વિધિમાં પ્રમાદ કરવાથી પ્રથમના ચાર અતિચારોઉત્પન્ન થાય છે અને ભોજન તથા શરીર-સત્કાર આદિના વિચારો કરવાથી વિધિનું વૈપરીત્ય થતાં વ્રતની અનનુપાલના થાય છે. એ રીતે શ્રીઉપાસકદશાંગસૂત્રમાં વર્ણવેલા પાંચે અતિચારોનો સમાવેશ આ ગાથામાં થાય છે.
(૨૯-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી “પૌષધોપવાસ' નામના ત્રીજા શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું તેમાં (૧) સંસ્તાર(સંથારા)ની પડિલેહણની વિધિમાં પ્રમાદ, (૨) સંથારાના પ્રમાર્જનવિધિમાં પ્રમાદ, (૩) લઘુનીતિ અને વડીનીતિ માટેની ભૂમિની દૃષ્ટિ પ્રતિલેખન (પડિલેહણ)આદિ વિધિમાં પ્રમાદ, (૪) ઉચ્ચાર ભૂમિના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org