________________
૨૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
પગરખાં નહિ પહેરું, એવો જે નિયમ તે ‘ઉપાનહ-નિયમ’. તેમાં પગરખાં શબ્દથી ચંપલ, બૂટ, ચાખડી, મોજડી, મોજાં વગેરે તમામ સાધનો સમજવાનાં
છે.
૫. ‘તંબોલ-નિયમ’-ચાર પ્રકારના આહારો પૈકી સ્વાદિમ આહાર તે તંબોલ. તેમાં પાન, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરેનો સમાવેશ થાય છે. તેનું દિવસ સંબંધી પરિમાણ કરવું, તે ‘તંબોલ-નિયમ’.
૬. ‘વસ્ત્ર-નિયમ’-પહેરવાનાં તથા ઓઢવાનાં વસ્ત્રોનું દિવસ-સંબંધી પરિમાણ નક્કી કરવું, તે ‘વસ્ત્ર-નિયમ’.
૭. ‘પુષ્પભોગ-નિયમ'-મસ્તકમાં રાખવાને લાયક, ગળામાં પહેરવાને લાયક, હાથમાં લઈને સૂંઘવાને લાયક વગેરે ફૂલો તથા તેની બનાવેલી વસ્તુઓ-જેવી કે ફૂલની શય્યા, ફૂલના તકિયા, ફૂલના પંખા, ફૂલની જાળી, ફૂલના ગજરા, ફૂલની કલગી, ફૂલના હાર-તોરા, તેલ, અત્તર વગેરેનું પરિમાણ નક્કી કરવું, તે ‘પુષ્પબોગ-નિયમ’.
૮. ‘વાહન-નિયમ’-રથ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, ગાડાં, ગાડી, સગરામ, સાઇકલ, મોટર, રેલવે, આગબોટ, ટ્રામ, બસ, વિમાન વગેરે એક દિવસમાં આટલાથી અધિક ન વાપરવાં, એવું પરિમાણ નક્કી કરવું, તે ‘વાહન-નિયમ’.
૯. ‘શયન-નિયમ‘-શય્યા વગેરેને લગતો નિયમ. તે એ રીતે કે ‘હું આજના દિવસે ખાટ, ખાટલા, ખુરશી, કોચ, ગાદી, તકિયા, ગાદલાં, ગોદડાં તથા પાટ-પ્રમુખ, અમુકથી વધારે વાપરીશ નહિ.’
૧૦. ‘વિલેપન-નિયમ'-વિલેપન તથા ઉર્તનને યોગ્ય દ્રવ્યો-જેવાં કે ચંદન, કેસર, `કસ્તૂરી, અંબર, અરગજો તથા પીઠી પ્રમુખ દ્રવ્યોના પરિમાણનો દિવસ-સંબંધી નિયમ કરવો, તે ‘વિલેપન-નિયમ'.
૧૧. ‘બ્રહ્મચર્ય-નિયમ’-દિવસે અબ્રહ્મ સેવવું તે શ્રાવકને વર્જ્ય છે તથા રાત્રિમાં પણ શક્તિ મુજબ નિયમન કરવું. આવશ્યક છે. તેના પરિમાણને લગતો જે નિયમ, તે ‘બ્રહ્મચર્ય-નિયમ'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org