________________
૨૧૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨
વિષયક સામગ્રીનો ઉપયોગ કરવામાં ઉચિત વિવેક ન રાખતાં અયતનાએ વર્તવું. તે પણ “અનર્થદંડ-વિરમણ વ્રતનો ભોગાતિરિક્ત નામનો પાંચમો અતિચાર છે.
(૨૬-૫) (અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અનર્થદંડ-વિરમણ વ્રત નામના ત્રીજા ગુણવ્રતને વિશે અતિચારોની આલોચના કરું છું. તેમાં “૧. કંદર્પ, ૨. કૌત્કચ્ય, ૩. મૌખર્ય, ૪. સંયુક્તાધિકરણ અને ૫. ભોગાતિરિક્તતાને એ પ્રમાણેની આઠમા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તેની હું નિંદા કરું છું.
અવતરણિકા-શ્રાવકનાં ૧૨ વ્રતોમાંનાં પ અણુવ્રત અને ૩ ગુણવ્રત મળીને ૮ વ્રતનું સ્વરૂપ જણાવી હવે બાકીનાં ૪ શિક્ષાવ્રતો જણાવવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષાવ્રત “સામાયિક' નામના નવમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૨૭-૩) તિવિષે સુપ્પણિહાણે [ત્રિવધે દુનિયાને-ત્રણ પ્રકારનાં દુષ્પણિધાનને વિશે.
“પ્રણિધાન' એટલે તન્મય પ્રવૃત્તિ કે વ્યાપાર. તે દુષ્ટ રીતે થાય ત્યારે દુપ્રણિધાન' કહેવાય છે. તેના ત્રણ પ્રકારો : “(૧) મનો-દુક્મણિધાન, (૨) વચન-દુપ્રણિધાન અને (૩) કાય-દુષ્મણિધાન,” તેના વિશે.
માવો -[અવસ્થાને-અનવસ્થાનને વિશે.
સ્થિતિ કે સ્થિરતા' તે “અવસ્થાન”. તેનો અભાવ તે ‘અનવસ્થાન'. એટલે જ્યારે કોઈ કાર્ય વિધિસર થાય નહિ કે તેના માટે જે નિયમો બાંધવામાં આવ્યા હોય, તેને બરાબર પાલન કરવામાં આવે નહિ, ત્યારે તેનું અનવસ્થાન' થયું કહેવાય છે.
તહીં-તથા]-તે જ રીતે સફ-વિદૂm [મૃતિવિહીને-સ્મૃતિ-વિહીનત્વને વિશે.
મૃતિ વિહીન તે કૃતિ-વિહીન, તેના વિશે. અવધારેલો નિયમ યાદ ન આવે, ઓછો યાદ આવે કે જોઈએ ત્યારે યાદ ન આવે, ત્યારે “મૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org