________________
૨૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ખેલ કરવો તથા તેમને વેચવા વગેરે.
નીચેના પંદર કર્માદાનો માટે છોડી દેવા ઘટે છે -
(૨ ૫) (હવે સાતમા ગુણવ્રતના પંદર કર્માદાન-પાપારંભવાળા વ્યાપારો-ભોગોપભોગની વસ્તુઓના ઉપાર્જન માટે જે કર્મો-વ્યાપારો તે કર્મસંબંધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી ભોગોપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત વિશેના અતિચારોની આલોચના કરું છું.) તેમાં (૧) અંગાર-કર્મ, (૨) વન-કર્મ, (૩) શકટ-કર્મ, (૪) ભાટક-કર્મ, (૫) સ્ફોટક-કર્મ, એ પાંચ કર્મ તથા (૬) દંત-વાણિજ્ય, (૭) લાક્ષા-વાણિજ્ય, (૮) રસ-વાણિજય, (૯) કેશ-વાણિજય, અને (૧૦) વિષ-વાણિજ્ય, એ પાંચ વિષયવાળા વ્યાપાર તથા (૧૧) યંત્ર-પીલન-કર્મ, (૧૨) નિલંછનકર્મ, (૧૩) દવ-દાનકર્મ, (૧૪) જલ-શોષણ-કર્મ અને (૧૫) અસતીપોષણ-કર્મ. એ પાંચ સામાન્ય કર્મ સર્વ મળી ૧૫ કર્મો વર્જવાં, તે સંબંધમાં સાતમા વ્રતના કર્મ (વ્યાપાર) આશ્રયી પંદર અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા :- “અનર્થ દંડ વિરમણ' (ત્રીજું) ગુણ વ્રત ચાર પ્રકારે છે : (૧) અપધ્યાન (દુર્ગાન), (૨) પાપોપદેશ, (૩) હિં×પ્રદાન અને (૪) પ્રમાદાચરણ.
અપધ્યાનના બે ભેદ છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આ બન્નેના ચાર ચાર ઉપભેદો હોવાથી એકંદર આઠ પેટાભેદો થાય છે. તેમાં ઉપરના ત્રણ-પાપોપદેશ, હિંન્નપ્રદાન અને પ્રમાદાચરણ ઉમેરવાથી ૧૧ પેટા ભેદો થાય છે.
હવે “અનર્થદંડ વિરમણ' નામના આઠમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ (ત્રણ ગાથા દ્વારા) જણાવાય છે.
ત્રીજા ગુણવ્રતના ત્રીજો હિંચ્ચપ્રદાન, અને ચોથો પ્રમાદાચરણ એ બન્ને પ્રકારો બહુ સાવદ્ય હોવાથી તેની વિરક્ષા સૂત્રકાર ક્રમે કરીને (બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org