________________
૧૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ બાવીસ અભક્ષ્યનાં નામો આ પ્રમાણે છે : *૧. વડનાં ફળ. (ટેટા)
૨. પીપળાનાં ફળ (ટેટીઓ) ૩. પ્લેક્ષ જાતના પીપળાની (ટેટીઓ) ૪. ઉંબરાના ટેટા. ૫. કાકોદુંબરના ટેટા
૬. દરેક જાતનો દારૂ ૭. દરેક જાતનાં માંસ
૮. મધ ૯. માખણ
૧૦. હિમ (બરફ) ૧૧. કરા.
૧૨. વિષ (ઝેર), સોમલ, ૧૩. સર્વ પ્રકારની માટી
અક્ષણ વગેરે. ૧૪. રાત્રિ-ભોજન
૧૫. બહુબીજ ૧૬. અનંતકાય
૧૭. બોળ અથાણાં ૧૮. ઘોલવડાં
૧૯, વંતાક (રીંગણા) ૨૦. અજાણ્ય ફળ-ફૂલ
૨૧. તુચ્છ ફળ ૨૨. ચલિત રસ.”
* કુળ-વટ-હ્નક્ષ-કોલુમ્બર વિનામ્ | पिप्पलस्य च नाश्नीयात्, फलं कृमिकुलाकुलम् ॥४२॥
ભાવાર્થ :- અહીં ઉદુમ્બર શબ્દથી પાંચ પ્રકારનાં વૃક્ષો સમજવાં, તે આ પ્રમાણે : (૧) વડ, (૨) પીપળો, (૩) પારસ પીપળો, (૪) ઉંબર (૫) પ્લેક્ષ-પીપળાની એક જાત-આ પ્રકારનાં વૃક્ષોનાં ફલ (ટેટા-ટેટીઓ) ખાવાં નહિ. કારણ કે એક ફળની અંદર અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે. માટે તેનું ભક્ષણ મહાહિસા રૂપ છે.
(યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લોક ૪૨) + રાત્રિએ ભોજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઊડતા જીવો, (કુંથુઆ આદિ) તેમાં પડી મરી જવાનો સંભવ છે (ધર્મસંગ્રહ પૃ. ૨૦૬).
કહ્યું છે કે :जीवाणं कुंथुमाईण, घायणं भाणधोअणाईसु ) HI૬ થી મોખા-તોલે છે સદિયું તર ? || (વોઇ . શ્રાદ્ધતા. . ૮૩)
ભાવાર્થ :- “ભોજન ધોવા વગેરેમાં કંથઆ આદિ જીવોને ઘાત થાય વગેરે રાત્રિ ભોજનના ઘણા દોષોને કોણ કહેવા સમર્થ છે ?”
રાત્રિએ ખાવામાં, રસોઈ કરવામાં એ જીવનિકાયની હિંસા થાય છે (ધર્મ સંગ્રહ ભાગ ૧, પૃ. ૨૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org