________________
‘વંદિત્તુ’ સૂત્ર
વીમ્મ-[દ્વિતીયે]-બીજા (ને વિશે).
મુળવ્વર્ [મુળવ્રત્તે] ગુણવ્રતને વિશે. નવે [નિન્દ્રામિ]-હું નિંદું છું.
૧૮૭
(૨૦-૪) મમ્મિ.......મ ...‘મદ્ય, માંસ, પુષ્પ, રેલ અને ગંધમાલ્ય'ના પ્રમાણનું અતિક્રમણ થવાથી.
૩૫મોન-પરિમોને.....નિંદ્દે ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિશે જે અતિચારો લાગ્યા હોય, તેની હું નિંદા કરું છું.
શ્રાવકનું સાતમું વ્રત ‘ઉપભોગ-પરિભોગ-પરિમાણવ્રત'નામનું છે. કેટલાક તેને ‘ભોગોપભોગ—પરિમાણ' તરીકે પણ ઓળખે છે. પરંતુ તે બન્નેનું તાત્પર્ય એક જ છે કે ભોગ્ય વસ્તુઓની મર્યાદા કરીને ભોગલાલસા પર કાબૂ મેળવવો. તે માટે (૧) ભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. (૨) સચિત્તાચિત્તનો વિવેક કરવામાં આવે છે અને (૩) ઘણા આરંભ સમારંભવાળા ધંધાઓને છોડવામાં આવે છે. આ ત્રણે વસ્તુઓનો વિચા૨ ૨૦થી ૩૦ સુધીની ગાથાઓમાં અનુક્રમે કરવામાં આવ્યો છે.
“મા, માંસ, પુષ્પ અને ફલ' એ શબ્દો દ્વારા દેહાન્તર્ભોગની વસ્તુઓ સૂચવી છે, જ્યારે “ગંધ અને માલ્ય” એ શબ્દો દ્વારા બાહ્ય પરિભોગની વસ્તુઓ સૂચવી છે.
મઘ પીનારાઓએ ‘મઘ'ના અનેક દોષો જાણીને તેનો સંપૂર્ણ ત્યાગ ક૨વો ઘટે છે. માંસાહારીએ પણ ‘માંસ’ના અનેક દોષો જાણીને તેનો સંપૂર્ણ ત્યાગ કરવો ઘટે છે.
જેઓને ‘ફૂલો’નો શોખ હોય અને તેનો માત્ર મોજશોખના કારણે જ ખૂબ ઉપભોગ કરતા હોય તેનો ત્યાગ કરવો ઘટે છે. જો તેમ ન જ બને તો તેની અમુક મર્યાદા કરવી ઘટે છે. ફલ, સુગંધી પદાર્થો અને માલ્ય એટલે પુષ્પહાર તથા આભૂષણોની બાબતમાં પણ તેમજ સમજવાનું છે.
‘ભક્ષ્યાભક્ષ્ય’ની બાબતમાં મુખ્યતયા બાવીસ વસ્તુઓને ‘અભક્ષ્ય’ ગણવામાં આવી છે. તેનો ત્યાગ કરવો તે શ્રાવક—શ્રાવિકાનું કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org