________________
૧૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्वं, तृण्या वह्निकणादिव ॥१६॥ दोषाणां कारणं मद्यं, मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं, तस्मान्मद्यं विवर्जयेत् ॥१७॥"
હલાહલ વિષ-સમી સુરા શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયોને અશક્ત કરી નાખે છે અને ખૂબ ઊંડા ઘેનમાં નાખી દે છે.
ઘાસનો ગંજ જેમ અગ્નિના તણખાથી નાશ પામે છે, તેમ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ મદિરાથી નાશ પામે છે.
[ચોરી, વ્યભિચાર વગેરે દોષોનું કારણ “મદ્ય' છે, તથા વિવિધ વિપત્તિઓનું કારણ પણ “મદ્ય' જ છે. માટે રોગી-પીડિત માણસ જેમ કુપ્રશ્યથી દૂર રહે, તેમ માણસે તેનાથી દૂર રહેવું જોઈએ.
મંજ-[મા-માંસની વિરતિ વિશે.
માંસ ત્રણ પ્રકારનું છે : “જલચર-માંસ, સ્થલચર માંસ અને ખેચર-માંસ.” તેમાં માછલી, કાચબા વગેરેનું માંસ તે “જલચર-માંસ' છે; ઘાં, બકરાં વગેરેનું માંસ તે “સ્થલચર-માંસ' છે; અને તેતર વગેરેનું માંસ તે “ખેચર-માંસ’ છે.
“માં”ની ઉત્પત્તિ હિંસા વિના થતી નથી અને હિંસા દુર્ગતિનું કારણ છે, તેથી “માંસને વર્ય ગણવામાં આવ્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં કહ્યું છે કે-”દિવ્ય ભોજનો હોવા છતાં જેઓ “માંસ ખાય છે, તેઓ અમૃતરસ છોડીને હળાહળ વિષ ખાય છે. વળી પ્રાણીના મરણ પછી તરત જ તેના “માંસમાં સમૂર્ણિમ જંતુઓની ઉત્પત્તિ થતી હોવાથી તે દૂષિત થાય છે, તેથી નરકના ભાતા સમાન “માંસ'નું ભક્ષણ કોણ કરે ?”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસ ખાનાર આ ભવ તથા પરભવમાં દુઃખી થાય છે અને અકાળ મરણે મરી દુર્ગતિમાં જાય છે તેવું વર્ણન છે. તે આ પ્રમાણે :
हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं, सेयमेयंति मनई ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org