SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ દિ (બે) છે ઃ જેને તે દિપ'. ચતુર (ચાર) છે પ જેને તે “રંતુષ્પદ્ર'. દિપ૬ અને ચતુષ્પદ્ તે દિપ-તુષ્પદ્ર. તેના પ્રમાણનું ગતિમા તે “દિપટ્રचतुष्पद-प्रमाणातिक्रम'. માણસો અને પક્ષીઓ બે પગવાળાં છે, તેથી તે “દ્વિપદ' કહેવાય છે. દાસ, દાસી, નોકર, ચાકર, ઘાટી, રસોઇયા, વાણોતર, ગુમાસ્તા તથા મેના, પોપટ, કૌવા, બુલબુલ, તેતર, મોર વગેરે પક્ષીઓનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. - પશુઓ ચાર પગવાળાં છે, તેથી તે “ચતુષ્પદ' કહેવાય છે. ગાય, બળદ, ભેંસ, પાડા, બકરાં, ઘેટાં, ઘોડા, ઊંટ, હાથી, વગેરેનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. - નોકર-ચાકર, પશુ અને પક્ષીઓ પોતાનાં થકી અમુક જ રાખવા પણ વધારે રાખવા નહિ, એવા પ્રમાણને “દિપ-તુષ્પદ્-પ્રમાણ' કહેવાય છે. કોઈ પણ કારણસર ભૂલ-ચૂકથી તે પ્રમાણની મર્યાદા ઓળંગાઈ હોય તો તે દ્વિપદ ચતુષ્પદ-પ્રમાણાતિક્રમ' નામનો પાંચમા અણુવ્રતનો પાંચમો અતિચાર છે. (૧૮-૪) ધન-ધન્ન....ર૩પ્રમ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદના પરિગ્રહને વિશે. પરિગ્રહ બે પ્રકારનો છે : બાહ્ય અને આત્યંતર. તેમાં “બાહ્ય પરિગ્રહ'ના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે : (૧) સચિત્ત અને અચિત્ત. એ રૂપ બે પ્રકારે છે. (૨) ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ અને કુષ્ય એ રૂપ “બાહ્ય પરિગ્રહ છ પ્રકારે છે. (૩) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એ રૂપ “બાહ્ય પરિગ્રહ' નવ પ્રકારે છે અને (૪) ૨૪ પ્રકારનાં ધાન્યો, ૨૪ પ્રકારનાં રત્નો, ૩ પ્રકારનાં સ્થાવરો, ૨ પ્રકારનાં દ્વિપદો, ૧૦ પ્રકારનાં ચતુષ્પદો અને, ૧ પ્રકારનું એ રીતે “બાહ્ય પરિગ્રહ' ચોસઠ પ્રકારે છે. આ સર્વ બાહ્ય પરિગ્રહના પ્રકારોમાંથી ત્રીજા નંબરના ધન, ધાન્યાદિરૂપ નવ પ્રકારો મુખ્યતયા પ્રસિદ્ધ છે, કારણ કે તે નવ પ્રકારોમાં બીજા બધા જ પ્રકારો અંતર્ગત થઈ જાય છે. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy