________________
૧૭૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
‘ધન' ચાર પ્રકારનું છે : “(૧) ગણિમ, (૨) કિરમ, (૩) મેય અને (૪) પરિચ્છેદ્ય.” તેમાં જે વસ્તુઓ ગણીને લેવાય, જેમ કે (રોકડ રકમ), સોપારી, શ્રીફળ વગેરે, તે ‘ગણિમ' કહેવાય; જે વસ્તુઓ ધારીનેતોલીને લેવાય, જેમ કે ગોળ, સાકર વગેરે, તે ‘ધરમ’ કહેવાય; જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય, જેમ કે ઘી, તેલ, કાપડ વગેરે, તે ‘મેય’ કહેવાય; અને જે વસ્તુ કસીને કે છેદીને લેવાય, જેમ કે સુવર્ણ, રત્ન, વગેરે તે ‘પરિચ્છેદ્ય’ કહેવાય.
‘ધાન્ય’ ચોવીસ પ્રકારનું છે : “(૧) જવ, (૨) ઘઉં, (૩) શાલિ (સાલ–કલમી ચોખા), (૪) વ્રીહિ (ડાંગર), (૫) સાઠી, ૬૦ દિવસે પાકતા એક જાતના ચોખા (ડાંગરની એક જાતિ), (૬) કોદરા, (૭) અણુક (જુવાર), (૮) કાંગ, (૯) ૨ાલક (કાંગ જેવું એક ધાન્ય), (૧૦) તલ, (૧૧) મગ, (૧૨) અડદ, (૧૩) અ તસી (અળસી), (૧૪) હિરમંથ (ચણા); (૧૫) ત્રિપુટક (મકાઈ), (૧૬) વાલ, (૧૭) મઠ, (૧૮) ચોળા, (૧૯) બંટી, (૨૦) મસૂર, (૨૧) તુવર, (૨૨) ક્લથી, (૨૩) ધાણા, (૨૪) વટાણા.”
વિવિધ પ્રકારનાં ‘ધન અને ધાન્ય’માંથી અમુક જ ધન-ધાન્ય’ પોતાના ઉપયોગ માટે છૂટાં રાખવાં, પણ તેથી વધારે રાખવાં નહિ, તે ધનધાન્ય'નું પ્રમાણ કહેવાય છે. તેની મર્યાદા કોઈ પણ પ્રકારની ભૂલ-ચૂકથી ઓળંગાઈ ગઈ હોય તે ‘ધન-ધાન્ય-પ્રમાણાતિક્રમ‘ નામનો પાંચમા અણુવ્રતનો પ્રથમ અતિચાર છે.
ક્ષેત્ર અને વાસ્તુ તે ક્ષેત્ર-વાસ્તુ, તેનું પ્રમાણ તે ‘ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાળ,’ તેનું અતિક્રમણ, તે ‘ક્ષેત્રવાસ્તુ-પ્રમાળાતિમ'.
‘ક્ષેત્ર’ ત્રણ પ્રકારનું છે : “(૧) સેતુ, (૨) કેતુ અને (૩) સેતુકેતુ.” તેમાં રેંટ, કોસ વગેરેથી પાણી કાઢીને જ્યાં ધાન્યાદિ નિપજાવી શકાય, •તે ‘સેતુક્ષેત્ર’; જ્યાં વરસાદથી જ ધાન્યાદિ નિપજાવી શકાય, તે ‘કેતુક્ષેત્ર'; અને જ્યાં બંને રીતે ધાન્યાદિ નિપજાવી શકાય, તે ‘સેતુ-કેતુક્ષેત્ર’.
‘વાસ્તુ' એટલે ઘર, હાટ, હવેલી વગેરે બાંધકામવાળી જગાઓ. તેના ત્રણ પ્રકારો છે : “(૧) ખાતગૃહ, (૨) ઉચ્છિગૃહ અને (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org