________________
વંદિતુ' સૂત્ર ૧૭૩
સાચવી રાખવા માટે :
૧. કુંવારી, લગ્ન નહિ કરનારી અને વિધવા સ્ત્રી સાથે વિષય-ભોગ કરવો નહિ.
૨. રખાત રાખવી નહિ કે વેશ્યા-ગમન કરવું નહિ.
૩. પરસ્ત્રી પ્રત્યે વિકારની દૃષ્ટિએ જોવું નહિ, આંખથી આંખ મેળવવી નહિ, હાસ્ય-વિનોદ કરવો નહિ કે વિકારભાવનાથી અંગ-સ્પર્શ કરવો નહિ.
૪. બીજાનાં છોકરા-છોકરીઓનાં વિવાહ-લગ્નમાં પડવું નહિ.
૫. વિષયની તીવ્ર અભિલાષા રાખવી નહિ. ઉપલક્ષણથી શૃંગારનાં મર્યાદા-હીન સાધનો વસાવવાં નહિ કે કામોત્તેજક ઔષધોપચારનું સેવન કરવું નહિ.
અતિ વિષય-સેવનથી શરીરનું સ્વાથ્ય પણ બગડે છે. કહ્યું છે કે :“H: શ્રમો મૂછ, પ્રમિત્નનિર્વત-ક્ષયઃ | राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिजा रुजः ॥"
| (૩મર્થ ટીપા પૃ. ૮૪ મ) ધ્રુજારી આવવી, ખેદ થવો, થાક લાગવો, મૂછ આવવી, ચકરી આવવી, ગ્લાનિ કે બેચેની થવી, બલનો નાશ થવો અને ક્ષયરોગ લાગુ પડવો, વગેરે રોગો કામાદિની તીવ્ર આસક્તિથી થાય છે.
સ્વદારા-સંતોષીને પાંચ અતિચારોમાંથી પહેલા બે અનાચાર છે અને છેલ્લા ત્રણ અતિચાર છે, જ્યારે પરદાર-ગમન-વિરતિવાળાને તે પાંચે અતિચાર છે.
(૧૬-૫) (૧) પ્રતિજ્ઞા મલિન થાય તેવી રીતે અપરિગૃહીતાનો સંગ કરતાં, (૨) રખાત કે વેશ્યા સાથે ગમન કરતાં, (૩) કામોત્તેજક ચેષ્ટાઓ કરતાં (૪) અન્યનાં લગ્ન કરાવતાં તથા (૫) વિષયભોગની તીવ્ર અભિલાષા રાખતાં, ચોથા વ્રતના (પાંચ) અતિચાર દિવસ-દરમિયાન, (જે કાંઈ અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org