________________
૧૯૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
અભિપ્રાય પૂછે, તો તેને માટે વગર વિચાર્યે એકદમ એમ કહી દેવું કે ‘બધા ઠીક છે.’ ‘એમાં કાંઈ ભલી વાર નથી,' ‘બધા પોતપોતાનું હાંક્યે રાખે છે,’ વગેરે, તો તે ‘સહસાડભ્યાખ્યાન' છે. એ પ્રસંગે વ્રતધારી શ્રાવક એમ કહે કે ‘એમના વિચારો શું છે ? તે હું બરાબર જાણતો નથી,' અથવા ‘તેમની પ્રવૃત્તિથી હું જોઈએ તેટલો માહિતગાર નથી.' પણ તે ઉતાવળે અભિપ્રાય આપી દે નહિ; છતાં કોઈ વાર એમ બની ગયું હોય, તો તેને અતિચાર લેખીને તેનું પ્રતિક્રમણ કરે.
(૨) ‘રહોડભ્યાખ્યાન'-છૂપી વાત કરી માટે જ ખોટી કે ખરાબ છે તેમ માની લેવું. એ રહોડભ્યાખ્યાન છે. કોઈ પણ બે કે વધારે માણસો પ્રસંગવશાત્ ખાનગીમાં વાતો કરતા હોય, તેટલા પરથી જ તે કોઈની વિરુદ્ધ ષયંત્ર રચતા હતા, એમ માની લેવું, તે યોગ્ય નથી. અનેક કારણોસર માણસો બીજા ન જાણે તેવી રીતે વાત કરતા હોય છે, જેમાં કેટલીક વાર તો એકબીજાને લગતી જ વાત હોય છે; તેથી જૂઠને છોડનારો શ્રાવક કોઈ પણ પ્રકારનું ઉતાવળું અનુમાન બાંધે નહિ, તથા તેને લગતો અભિપ્રાય ઉચ્ચારે નહિ, એ ઇષ્ટ છે. તેમ છતાં કોઈ વાર જૂઠથી તેવું બની ગયું હોય, તો તેને બીજા વ્રતનો અતિચાર સમજી તેનું પ્રતિક્રમણ કરે.
(૩) ‘સ્વદાર-મંત્રભેદ’-પુરુષે સ્ત્રીની અને સ્રીએ પુરુષની છાની વાતો બહાર ન પાડવી જોઈએ. સ્ત્રી-પુરુષના જીવનમાં એવા પ્રસંગો અનેક વાર બને છે કે જ્યારે કોઈ પણ કારણસ૨ મતભેદ થઈ જાય અને તેથી અરસપરસ બોલાચાલી પણ થાય. આવા પ્રસંગે મન પર કાબૂ નહિ રહેવાથી એકબીજાનાં છિદ્રોને જો ખુલ્લાં કરવામાં આવે તો તેનાં પરિણામો ગંભીર આવે છે. તકરાર પત્યા પછી તે અંગે ગમે તેવો પશ્ચાત્તાપ કરવામાં આવે પણ ‘બોલ્યું બહાર પડે અને રાંધ્યું વરે' એ ન્યાયે તે પાછું ખેંચી શકાતું નથી. માટે જૂઠને છોડવાની ભાવનાવાળા વ્રતધારી શ્રાવકે પોતાના મોઢેથી કોઈનાં પણ છિદ્ર ઉઘાડવાની વૃત્તિને ધારણ કરવી, એ યોગ્ય નથી. તેમ છતાં પ્રસંગવશાત્ ભૂલ-ચૂકથી જો તેમ થયું હોય, તો તેને અતિચાર લેખીને તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
(૪) ‘કૃષોપદેશ’-કોઈને પણ ખોટો ઉપદેશ કે ખોટી સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org