________________
વંદિતુ સૂત્ર ૦ ૧૬૧ “મૃષોપદેશ' જ છે. તેમ જ મંત્ર, ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને સમ્યમ્ જ્ઞાન નથી, તેનો ઉપદેશ આપવો અથવા બીજાને ઠગવારૂપ કપટ કળાને શીખવનારાં શાસ્ત્રો ભણાવવાં, તે પણ મૃષોપદેશ કહેવાય છે. બીજા વ્રતનો તે ચોથો અતિચાર છે.
ગૂડ રિફ્લે-ખોટા લેખને વિશે, ખોટું લખાણ કરતાં.
સૂર એવો તેવું તે “'. કૂટ એટલે જૂઠું, બનાવટી, લેખ એટલે લખાણ. જે લખાણ જૂઠું હોય તે “કુટલેખ' કહેવાય. કોઈ માણસનું ખાતું ચાલતું હોય અને તે અમુક કિંમતનો માલ લઈ ગયો હોય, તેમાં રકમ વધારી દેવી કે તેણે આપેલા પૈસા કરતાં ઓછા જમે કરવા, એ “કુટલેખ” છે. કોઈ કરાર કે દસ્તાવેજમાં યા અગત્યના કાગળમાંથી કોઈ કામનો અક્ષર છેકી નાખવો અથવા અર્થ કે હકીકત ફરી જાય તે રીતે કોઈ અક્ષર કે ચિહ્નનો ઉમેરો કે ઘટાડો કરવો, તે “કૂટલેખ છે.
વિયવ -દ્વિતીયવ્રતસ્ય-બીજા વ્રતના. ગયા-[ગતિવારી]-અતિચારોને. પડક્ષને લિયે સર્વા-પૂર્વવત્.
(૧૨-૪) સદા....મારે-સહસાડભ્યાખ્યાન, રહોડભ્યાખ્યાન, સ્વદાર-મંત્રભેદ, મૂષોપદેશ અને કૂટલેખ વડે લાગેલા બીજા વ્રતના અતિચારોને.
જેણે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કર્યો છે, તેણે નીચેની ક્રિયાઓ ન થાય તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવાની છે, કારણ કે વ્રતની મૂળ ભાવનાને કે દૂષિત કરનારી છે. દૂષણરૂપ ક્રિયાઓ નીચે મુજબ છે :
(૧) “સહસાડભ્યાખ્યાન'-ઉતાવળથી વગર વિચાર્યું, કોઈને દોષિત કહી દેવો. જેને જૂઠું ગમતું નથી, જૂઠું છોડવું છે, તેણે સહસા વચનનો પ્રયોગ કરવો જોઈએ નહિ. વગર વિચાર્યું ઉતાવળથી ગમે તેમ બોલી નાખવું એ ચારિત્રના ઘડતરની ખામી સૂચવે છે. એ કરતાં સારો માર્ગ એ છે કે વિચારીને બોલવું, ઊંડા ઊતરીને બોલવું, અભ્યાસ-પૂર્વક બોલવું. કોઈ વ્યક્તિ કે સંસ્થા એક કામ નિષ્ઠા-પૂર્વક કરી રહી હોય, તેના વિશે જો કોઈ
પ્ર.-૨-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org