________________
વંદિત સૂત્ર ૧૫૩ અને સ્થાવરની જયણા છે, તેથી દસ વિશ્વા જેટલું પ્રમાણ ઓછું થયું. ત્રસ જીવોની હિંસા બે પ્રકારે થાય છે : (૧) “સંકલ્પથી અને (૨) “આરંભથી. તેમાં ગૃહસ્થને સંકલ્પ-હિંસાનો ત્યાગ અને આરંભ-હિંસાની જયણા હોય છે, તેથી પાંચ વિશ્વા જેટલું બીજું પ્રમાણ ઓછું થયું. હવે સંકલ્પ-વધ બે પ્રકારનો છે : “સાપરાધીનો' અને “નિરપરાધીનો'. તેમાંથી ગૃહસ્થને નિરપરાધીના સંકલ્પ-વધનો ત્યાગ છે અને સાપરાધીના સંકલ્પ-વધની જયણા છે. તેથી અઢી વિશ્વા જેટલું પ્રમાણ ફરી ઓછું થયું. હવે બાકી રહ્યું અઢી વિશ્વા જેટલું પ્રમાણ. તેમાં નિરપરાધીનો વધ “સાપેક્ષ” અને “નિરપેક્ષ” એમ બે પ્રકારે થાય છે. હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જાનવરો નિર્દોષ હોવા છતાં આજીવિકા ખાતર તેમને પાળવાં પડે છે, અને પ્રસંગે તેમને બંધ-તાડનાદિ પણ કરવાં પડે છે. વળી પુત્ર-પુત્રી વગેરે પરિવારને પણ સુશિક્ષા માટે તાડન, તર્જન આદિ કરવું પડે છે. હિંસાનો આ પ્રકાર નિરપરાધીની “સાપેક્ષ હિંસાનો છે. તેથી ગૃહસ્થને તેની જયણા હોય છે,
જ્યારે નિર્દય માર મારીને કે બીજી પણ તેવી કોઈ પણ રીતે નિરપરાધપ્રાણીને પીડવું, ‘તે “નિરપેક્ષ હિસા” છે. આવી હિંસાનો ગૃહસ્થને ત્યાગ હોય છે, તેથી અઢી વિશ્વામાંથી પણ સવા વિશ્વા જેટલું પ્રમાણ જ બાકી રહ્યું. તાત્પર્ય કે ગૃહસ્થનું વ્રત નિરપરાધી ત્રસ જીવની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસા ન કરવી-એ પ્રકારનું હોય છે, તેથી તે સ્થૂલ કહેવાય છે.
મારિયે-[ગતિરિતH-અતિચર્યું હોય, અતિક્રખ્યું હોય. આર્ષ પ્રયોગથી અથવા પાઠાંતરથી સંસ્કૃત છાયા-તિરિતમ્ કરવામાં આવેલ છે. (આ દી. પત્ર ૩૮)
અતિચરવું એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું, અતિચાર ઉત્પન્ન થાય તેવી ક્રિયા કરવું.
વત્ પદ અહીં અધ્યાહાર છે. એટલે જે કાંઈ અતિચાર ઉત્પન્ન થાય તેવું કર્યું હોય” એ તેનો સ્પષ્ટ અર્થ છે.
આ સ્થળે પ્રચારમાં મારિયં પાઠ છે, તે આર્ષ પ્રયોગ છે. તેનું પાઠાંતર રૂરિય છે.
અણસન્થ-[મશ] અપ્રશસ્ત ભાવનો ઉદય થયે છતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org