________________
૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ પદ સામેનું વિશેષણ છે. સાવદ્યની વધારે વિગત માટે જુઓ સૂત્ર. ૧૦.
વિવિ-વિવિઘ-ઘણા પ્રકારના. (તેના વિશે).
મા-[ગર-આરંભને વિશે, આરંભ કરતાં.
અહીં ‘તુલાદંડ ન્યાયે-જેમ તોલવાનો કાંટો કહેવાથી તેની સાથે બે છાબડાં-પલ્લાં પણ આવી જાય તેમ “આરંભ શબ્દથી સંરંભ અને સમારંભ પણ સમજી લેવા. તેમાં જીવોને મારવા વગેરેનો સંકલ્પ કરવો તે “સંરંભ', પીડા ઉપજાવવી તે “સંભારંભ” અને ઉપદ્રવ (પ્રાણનાશ) કરવો તે “આરંભ' કહેવાય છે.
“મારHUમ્ મારH:'-આરંભવું તે “આરંભ'. “સ શરીરધારાવર્સપાનાદિષત્મિક રૂતિ' તે શરીર ધારણ કરવા માટે અન્ન-પાન આદિના અન્વેષણરૂપ છે. સામાન્ય રીતે સંસાર-વ્યવહાર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે, તે “આરંભ' ગણાય છે. સાધુ-જીવનને નિરારંભ કહેવામાં આવે છે, કારણ કે તેમની બધી પ્રવૃત્તિઓ આત્મ-કલ્યાણ માટે હોય છે. ઉત્ત. સૂત્રના ૨૦મા અધ્યયનમાં અનાથી મુનિએ મગધરાજ શ્રેણિકને કહ્યું છે કે :
"सयं च जइ मुच्चेज्जा, वेयणा विउला इओ । खन्तो दन्तो निरारंभो, पव्वए अणगारियं ॥३२॥
“આ વિપુલ વેદનાથી જો એક જ વાર મુક્ત થાઉં તો ક્ષાત્ત, દાન્ત અને “નિરારંભી' બની તરત જ અનગાર-ધર્મમાં પ્રવ્રજિત થાઉં (એવો નિર્ણય મેં કર્યો હતો.)”
વેરાવો-[વારો]-અન્યને પ્રેરણા કરતાં, બીજાની પાસે કરાવતાં.
વાર' એટલે પ્રેરણા કરતાં. એક કામ કરવા માટે અન્યને પ્રેરવો, અન્યને સૂચના આપવી, તે “કારણ' કહેવાય છે, તેના વિશે.
મ-(૨)-અને.
આ અવ્યયથી તેમાંના કોઈ પાપની અનુમોદના કરવાથી પણ મને જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું, એટલો સંબંધ અહીં જોડવો.
વરા -[કરો]-જાતે કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org