________________
૧૦૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
આઠ સ્પર્શે ગુણતાં ૧૪૦૦૦૦ થાય. તેને પાંચ સંસ્થાને ગુણતાં સાત લાખ ભેદ પૃથ્વીકાયના થાય છે. એમ બધાની ગણતરી કરવી. ઉપરોક્ત ૮૪ લાખ જીવયોનિ માંહે ઉત્પન્ન થયેલ હરકોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય કે હણનારને અનુમતિ આપી હોય તે સંબંધી મન, વચન અને કાયા વડે મિથ્યા દુષ્કૃત આ સૂત્ર ભણીને આપવાનું છે.
(૭) પ્રકીર્ણક
આ સૂત્રમાં જણાવેલ ૮૪ લાખ ‘જીવ-યોનિ’* સંબંધી ઉલ્લેખ સમવાયાંગસૂત્ર(૮૪ સમવાય)માં, તથા શ્રીઅભયદેવસૂરિએ રચેલી તેની વ્યાખ્યામાં, તથા જીવાજીવાભિગમસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રવચનસારોદ્વાર આદિમાં જોવામાં આવે છે.
* સલલક્ષળોપેત પ્રતીષ્ઠ સન્નિવેશનમ્ । शुभाशुभकाररूपं षोढा संस्थानमंत्रिनाम् ॥
ભાવાર્થ-શુભાશુભ લક્ષણોવાળું, સારી નરસી આકૃતિરૂપ પ્રાણીનું ‘સંસ્થાન’ એના અવયવોના સન્નિવેશને લઈને છ પ્રકારનું હોય છે.
જીવો જુદા જુદા કેટલા સ્થાને ઉત્પન્ન થાય છે. તેની નોંધ આ સૂત્રમાં આપવામાં આવી છે. અહીં સ્થાન શબ્દથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ) સરખાં હોય તેને એક સ્થાન ગણવામાં આવ્યું છે.
तथोक्तं प्रज्ञापनावृत्तौ
अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थान ध्वस्त शक्तिकं तत्रस्थ जीव परिणामन शक्ति संपन्नम् ॥ इति
ભાવાર્થ- આ
સંબંધમાં પન્નવણા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે :
‘યોનિ' કોને કહેવી ? જેમાંથી શક્તિનો નાશ નથી થયો એવું જન્તુનું ઉત્પત્તિ-સ્થાન તે યોનિ. અને તે એમાં રહેલા જીવને પરિણમાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org