________________
-
પાપવિમોચનની પવિત્ર ક્રિયા' સંબંધી છે. તેમાં (૧) પાપકર્મો ન કરવાનો ધર્મોપદેશ, (૨) પાપકર્મની શુદ્ધિનો ઉપાય, (૩) પ્રતિક્રમણ અને પુરુષાર્થ, (૪) પ્રતિક્રમણથી થતા લાભો, (૫) પ્રતિક્રમણનો અર્થ, (૬) પ્રતિક્રમણના પ્રકારો, (૭) પ્રતિક્રમણ કોણ કરે ? (૮) પ્રતિક્રમણનાં પગથિયાં, (૯) પ્રતિક્રમણનો પ્રાણ, (૧૦) પ્રતિક્રમણનું પ્રવર્તન—એ વિષયો ચર્ચવામાં આવ્યા છે. પરિશિષ્ટ બીજું મ પ્રતિક્રમણ હેતુ બત્રીસી' આ બત્રીસ ગાથામાં પ્રતિક્રમણમાં આવતાં સૂત્રોનો ક્રમ હેતુપૂર્વક બતાવવામાં સમજાવવામાં આવ્યો છે. આ નવું ઉમેરણ છે. ત્રીજું પરિશિષ્ટ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો'નું છે. તેમાં (૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણા, (૩) પરિહરણ, (૪) વારણા, (૫) નિવૃત્તિ (૬) ગહ, (૭) શુદ્ધિ અને (૮) ઔષધ એ આઠ પર્યાયો-અર્થોનો મર્મ દષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યો છે.
પ્રથમ ભાગની જેમ આ બીજા ભાગમાં પણ પ્રકાશકીય નિવેદન પછી સંકેત-સૂચી આપવામાં આવી છે.
પ્રબોધટીકાના પહેલા ભાગમાં સપ્તાંગ વિવરણની સામાન્ય સમજૂતી આપી છે. બીજો ભાગ અલગ હોવાથી અભ્યાસીઓને એ સમજૂતી જોવા અને સમજવામાં સરળતા રહે તે માટે આ બીજા ભાગમાં પણ ફરીથી આપવામાં આવી છે.
બીજા ભાગના પ્રકાશનમાં અમને પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનું બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું છે. તેઓશ્રીએ પોતાની અનેકવિધ સમ્યફ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને આ ગ્રંથને આખરી
સ્વરૂપ આપવામાં પ્રેમપૂર્વક ખૂબ જ પરિશ્રમ લીધો છે. તે માટે અમે તેઓશ્રીના સવિશેષ ઋણી છીએ. બીજા જે નામી, અનામી મહાનુભાવોએ પણ જે કાંઈ જરૂરી સૂચના, સલાહ અને માર્ગદર્શન આપ્યાં છે તે સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org