________________
૧૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તો નહીં), (૨૮) પલંક શાક, (૨૯) શુકરવાલ (જંગલી વેલો), (૩૦) કૂણી આંબલી (કચૂકો ન બંધાયો હોય ત્યાં સુધી), (૩૧) આલૂ (રતાળુ, પિંડાળુ વગેરે), (૩૨) કૂણાં ફળ.
આ સિવાય પણ બીજાં ઘણી જાતનાં અનંતકાય છે.
ના વેફંદિય-બે ઇન્દ્રિયવાળા જીવોની “યોનિ બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬.
તાવ તેદ્રિય-ત્રણ ઇન્દ્રિયવાળા જીવોની “યોનિ' બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬. વે નાવું રદિય-ચાર ઇંદ્રિયવાળા જીવોની “યોનિ બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬ . વાર તાવ તેવતા-દેવતાની “યોનિ ચાર લાખ છે. દેવતાઓ મુખ્યત્વે ચાર જાતિમાં વહેંચાયેલા છે :
(૧) “ભવનપતિ, (૨) વ્યન્તર, (૩) જ્યોતિષ્ક અને વૈમાનિક.” તેમાં “ભવનપતિ'ના દસ ભેદ છે. “વ્યન્તર'ના આઠ ભેદ છે, “જયોતિષ્કના પાંચ ભેદ છે. અને વૈમાનિક’ના બાર ભેદ છે. તેનો વિસ્તાર સૂત્રગ્રંથોથી જાણવો.
વાર નાg નારી-નારકીના જીવોની યોનિ ચાર લાખ છે.
અધોલોકમાં “(૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા, (૭) મહાતમ પ્રભા” આદિ સાત ભૂમિઓ એકબીજાની નીચે અનુક્રમે વિસ્તૃત થતી રહેલી છે. તે દરેકમાં એકએક નરક આવેલું છે, તેથી નરકની સંખ્યા સાતની ગણાય છે. આ નરકમાં દુ:ખનું પ્રમાણ ઉત્તરોત્તર વધારે હોય છે. જે જીવો નરકમાં ઉત્પન્ન થાય તેને “નારકી' કહે છે. તેમને ઉત્પન્ન થવાની યોનિઓ ચાર લાખ છે.
વાર તાવ ઉતર્યવ-પંન્દ્રિય-તિર્યંચ-પંચેન્દ્રિય જીવોની “યોનિ” ચાર લાખ છે.
પાંચ ઇન્દ્રિયોવાળા તિર્યંચ જીવોના મુખ્ય ભેદો ત્રણ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org