________________
‘સાત લાખ’ સૂત્ર ૭ ૯૯
‘પ્રત્યેક-વનસ્પતિ’ના મુખ્ય વિભાગો બાર છે. તે નીચે મુજબ : (૧) વૃક્ષ-આંબો વગેરે. (૨) ગુચ્છ-રીંગણી વગેરે. (૩) ગુલ્મ-નવમલ્લિકા વગેરે. (૪) લતા-ચંપકલતા વગેરે.
(૫) વેલો-કાકડી વગેરે.
(૬) પર્વગ-શેલડી વગેરે. (૭) તૃણ-ડાભ, ઝાંઝવો વગેરે. (૮) વલય-કેળ, કેરડી વગેરે.
(૯) હરિત-તાંદળજો, મેથી વગેરે.
(૧૦) ઔષધિ-ધાન્યાદિ.
"
(૧૧) જલહ-કમળ વગેરે.
(૧૨) કુહણ-છત્રૌક, વંસી વગેરે.
પૌર્ તાવ સાધારળ-વનસ્પતિક્રાય-‘સાધારણ-વનસ્પતિકાય'ની ‘યોનિ’ ચૌદ લાખ છે.
‘સાધારણ-વનસ્પતિ'ના અનેક પ્રકારો છે. તેમાં બત્રીસ અનંતકાયની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે :
(૧) સર્વ પ્રકારના કંદો, સૂરણ વગેરે. (૨) વજ્રકંદ, (૩) લીલી હળદર, (૪) લીલું આદું, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) બિરાલિકા (ભોંકોળું), (૮) કુંવાર, (૯) થોર, (૧૦) ગળો, (૧૧) લસણ, (૧૨) વાંસકારેલા, (૧૩) ગાજર, (૧૪) લૂણી, (૧૫) પદ્મિની-કંદ (૧૬) ગરમર, (૧૭) કૂંપળો (સર્વ વનસ્પતિનાં ઊગતાં પાંદડાં), (૧૮) ખીરસૂરા કંદ, (૧૯) ભેગ, (૨૦) લીલી મોથ, (૨૧) ભમર છાલ, (૨૨) બિલ્લુડો (કંદની જાતિ), (૨૩) અમૃતવેલ, (૨૪) મૂળાનો કંદ. (૨૫) બિલાડીના ટોપ, (૨૬) અંકુરા (કઠોળ વગેરેના કોટા), (૨૭) વથુલાની ભાજી (વત્થલા પ્રથમ વારનો અનંતકાય છે, પણ વાઢ્યા પછી ફરી ઊગેલ ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org