________________
૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જેમ નિંદવાની આવશ્યકતા છે, તેમ ચારિત્રને નિર્મળ રાખવા માટે શોધનની આવશ્યકતા છે.
“શોધન એટલે આત્મ-શોધન, આત્મ-ગુણોનું શોધન કે આત્મસ્વરૂપનું શોધન. વધારે સ્પષ્ટ કહીએ તો આત્મા જે દોષોને લીધે, જે સ્મલનાઓને લીધે કે જે અતિચારોને લીધે મલિન બને છે, તેને દૂર કરવાતેનાથી બચી જવું, તે આત્મશોધનની સાચી ક્રિયા છે. તે માટે પ્રથમ આત્માના ગુણો કયા છે, તે કેવી ક્રિયાથી પ્રગટે છે અને તેમાં કેવી રીતે અતિચાર લાગે છે, તે જાણવાની જરૂર છે. તે જાણવાથી જ તેની યોગ્ય આલોચના થઈ શકે છે કે જેના પરિણામે ગયેલી વિશુદ્ધિ પુનઃ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આ રીતે અતિચારની આલોચનાનો વિધિ બતાવ્યો છે. એટલે તે “અતિચાર-આલોચન' સૂત્ર કહેવાય છે.
પ્રત્યેક આધ્યાત્મિક અનુષ્ઠાન જેમ ગુરુની અનુજ્ઞા-પૂર્વક થાય છે, તેમ આ ક્રિયા પણ ગુરુની અનુજ્ઞા-પૂર્વક કરવાની છે. તે માટે પ્રારંભમાં ‘રૂછwારે સંવિસર મપાવં ! ફેવસિર્ગ માનોમ' “ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો હે ભગવંત ! હું દૈવસિક આલોચના કરવાને ઇચ્છું છું,’ એ પદો મૂકેલાં છે. એના પ્રત્યુત્તરમાં ગુરુની ‘માનો-આલોચના કરો” એવી અનુજ્ઞા મળ્યા પછી અને તેનો ‘ડ્રેષ્ઠ પદ વડે સ્વીકાર કર્યા પછી દિવસ દરમિયાન લાગેલા અતિચારોની આલોચના કરવામાં આવે છે.
તેનો સામાન્ય ક્રમ એવો છે કે પ્રથમ ક્રિયાનો સ્પષ્ટ નિર્દેશ કરવો, પછી “અતિચારો'ના પ્રકાર વર્ણવવા અને છેવટે તે શેના વિશે લાગે છે તે જણાવવું. આ માટે સૂત્રના પ્રારંભમાં “ગો છે તેવસિમો અમારો ગો' –એટલે દિવસ દરમિયાન મારા વડે જે અતિચાર કરાયો હોય, તેનો નિર્દેશ કરાયો છે. “વો , વાળો અને માસિમો-એ ત્રણ પદો વડે અતિચારોનો સામાન્ય નિર્દેશ તથા ‘સુરોથી અવિપ૩િો' સુધીનાં પદો વડે અતિચારોનો વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે કાયાના પ્રવર્તન વડે, વાણીના પ્રયોગ વડે કે વિચારો આવી જવાથી મેં જે કાંઈ અતિચાર કર્યો હોય, પછી તે ઉસૂત્રરૂપ હોય, ઉન્માર્ગરૂપ હોય, અકથ્ય હોય કે અકર્તવ્યરૂપ હોય અથવા તો દુર્ગાનથી થયેલો હોય કે દુષ્ટ ચિંતનથી થયેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org