________________
૧૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
लोक्यतेऽसौ लोकः જે દેખાય છે, જે જણાય છે, તે લોક સંસાર, જગત્, ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયોનો સમૂહ, આકાશ, ક્ષેત્ર, પ્રાણીવર્ગ વગેરે અનેક અર્થમાં તે વપરાય છે. અહીં લોક શબ્દથી જે ક્ષેત્રમાં મનુષ્યો રહે છે, મનુષ્યનો વાસ છે, તેવો મનુષ્યલોક સમજવાનો છે. તોમનુષ્યતો (વં. વૃ. પૃ. ૨) ભગવતીસૂત્રની ટીકામાં પણ સ્રો-મનુષ્યલો ન તુ જાવ યે સર્વસાધવÒભ્યો નમઃ આ પ્રમાણે અર્થ કરેલો છે. લોક શબ્દ અહીં ચૌદરાજ લોક માટે નથી પરંતુ મનુષ્યલોકની મર્યાદા માટે અને ગચ્છઆદિ ભેદના વિસ્તાર માટે છે.
સત્ર-સાહૂણં-[સર્વ-સાધુષ્ય:]-સર્વ સાધુઓને.
અરિહંત આદિથી ન્યૂન ગુણવાળાનું સ્થાન સાધુ પદમાં છે. જેઓ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, પદોમાં આવી શકતા નથી અને દાખલા તરીકે જેઓ આચાર્ય જેવા ગુણવાળા હોય પરંતુ તેમને પદવી મળી નથી, તેથી તેઓ તે પદમાં સમાવિષ્ટ થતા નથી. તે ખુદ કેવળજ્ઞાની હોય કે મન:પર્યવ જ્ઞાનવાળા હોય પરંતુ અરિહંતાદિ ચાર પદમાં તેમની ગણતરી થાય નહીં. તેથી આવા સઘળા મુનિપ્રવરો આ પાંચમા પરમેષ્ટિપદમાં લેવાના હોય છે. તે માટે સવ્વ શબ્દના સંયોજન વિના છૂટકો નથી.
સાધુનો મૂળ ગુણ ચારિત્રનો છે. કહ્યું છે કે :
चरणगुणठ्ठिओ साहू ॥
એટલે કે સાધુ (તે છે કે જે) ચારિત્ર ગુણમાં સ્થિર હોય.
પંચ મહાવ્રતોની સાથે અષ્ટ પ્રવચન માતાનું પાલન, ગુરુકુલવાસ, ઇચ્છાકારાદિ સામાચારીનું પાલન હોય તો જ સાધુપણું ગણાય છે.
સ્વ-પરિહિત મોક્ષાનુષ્ઠાન વા સાધયતીતિ સાધુઃ- જે સ્વહિતને અને પરહિતને સાધે, અથવા મોક્ષનાં અનુષ્ઠાનને સાધે, તે સાધુ કહેવાય છે. શેની સાધના કરવાની છે અને કેવી રીતે સાધના કરવાની છે ? તે સંબંધમાં આ. નિ.માં જણાવ્યું છે કે :
निव्वाण - साहए जोगे, जम्हा साहन्ति साहुणो । समा य सव्वभूएसु तम्हा ते भावसाहुणो || १००२||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org